પાટણ લેઉવા પાટીદાર સમાજે 23 લાખના ખર્ચે સમાજની 750 દીકરીઓને ત્રણ તબક્કામાં વેક્સિન આપી..
દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે ચિરંજીવી ભવ:નાં આશિર્વાદ..
પાટણ લેઉવા પાટીદાર સમાજે શીતળા સાતમનાં દિવસે સાંજે પાટણ, અમદાવાદ, અંકલેશ્વર અને સુરત એમ ચાર સ્થળે એક સાથે સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સીનનો આખરી તબક્કાનો કેમ્પ યોજીને સમાજની 750 દિકરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા પુરી પાડીને ચિરંજીવી ભવ:નાં આશિર્વાદ બક્ષ્યા છે. આ સાથે પાટણ લેઉવા પટેલ સમાજ સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સિનેશન અભિયાન પૂર્ણ કરનાર ગુજરાતનો જ નહીં, પરંતુ સંભવત ભારતનો પ્રથમ સમાજ બન્યો છે.
પાટણ લેઉવા પાટીદાર સમાજે સમાજની અપરિણિત દિકરીઓને ભવિષ્યમાં ગર્ભાશાયનાં કેન્સરથી બચાવવા સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક વેક્સીન આપીને સુરક્ષિત કરવા શક્તિ વંદના અભિયાન હાથ ધર્યુ હતુ. જે અંર્તગત રપ ઓગસ્ટનાં રોજ પાટીદાર સમાજની વાડી, પાટણ ખાતે ત્રીજા તબક્કાનો ફાઇનલ વેક્સિનેશન કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં સમાજની 9 થી 14 વર્ષની દિકરીઓને બીજો તથા 15 થી 29 વર્ષની દિકરીઓને ત્રીજો ડોઝ આપીને વેક્સીનેશન અભિયાન પૂર્ણ કર્યુ છે. સાથે જ અમદાવાદ, અંકલેશ્વર તથા સુરત ખાતે પણ એજ દિવસે કેમ્પ યોજીને બહારગામ રહેતી દિકરીઓને પણ વેક્સિનન આપીને સુરક્ષિત કરી દઇને વેક્સિનેશનનો 100 ટકાનો લક્ષ્યાંક પાર પાડ્યો છે.
આ સાથે વેક્સિનેશન કેમ્પનાં દાતાઓને સન્માનવા દાતા સન્માન સમારંભ પણ યોજ્યો હતો. આ પ્રસંગે પાટણનાં ધારાસભ્ય ડો. કીરીટભાઇ સી. પટેલ, પાટણ નગર પાલિકાનાં પ્રમુખ હિરલબેન પરમારની ઉપસ્થિતિમાં ફાઇનલ વેક્સીન કેમ્પ ખુલ્લો મુકવા સાથે પ્લાસ્ટિક મુક્ત પાટણ અભિયાન પણ ખુલ્લુ મુક્યુ હતું. વેક્સિન લેનાર દરેક દીકરીઓને ભેટ રૂપે વિશેષ કોટન બેગ કીટ આપીને સ્વચ્છતાગ્રહનો સંકલ્પ લેવા આહ્વાન પણ કર્યું હતું.ત્રણ તબક્કામાં કેમ્પ, 23 લાખ ખર્ચ, 100 ટકા લક્ષ્યાંકશક્તિ વંદના અભિયાન હેઠળ પ્રથમ કેમ્પ તા. 24 ફેબ્રુઆરીનાં રોજ યોજાયો હતો, જેમાં સમાજની 9 થી 29 વર્ષની 750 દિકરીઓને પ્રથમ ડોઝ અપાયો હતો. બીજો કેમ્પ તા. 27 એપ્રિલે યોજીને 15 થી 29 વર્ષની 450 દિકરીઓને બીજો તથા ગઇકાલે ત્રીજો કેમ્પ યોજીને તમામ દીકરીઓને ફાઇનલ ડોઝ અપાયો છે. કુલ ત્રીસ લાખનાં ખર્ચે વેક્સિનેશનો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવા ત્રણેય તબક્કાનાં કેમ્પનું પાટણ, અમદાવાદ, અંકલેશ્વર અને સુરત એમ ચારેય સ્થળે એકસાથે આયોજન કરવામાં આવ્યુ હતું. વેક્સિનેશન કેમ્પ માટે જિલ્લા આરોગ્ય વિભાગનાં સ્ટાફ સહિત સમાજનાં ડોક્ટરો તથા પેરા-મેડીકલ સ્ટાફની સેવા લેવામાં આવી હતી.
મંડળનાં પ્રમુખ હર્ષદભાઇ પટેલ તથા મંત્રી ઇશ્વરભાઇ પટેલ તરફથી દીકરીઓને માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પાટણનાં સંડેર ખાતે ખોડલધામ સંકુલનાં ભૂમિપૂજન પ્રસંગે દેશભરની દિકરીઓમાં વધતા સર્વાઇકલ કેન્સર અંગે ચિંતા વ્યક્ત કરીને પાટીદાર સમાજને આ અભિયાન ઉપાડી લેવા આહ઼વાન કર્યું હતું. જેને પાટણ લેઉવા પાટીદાર સમાજે વધાવી લઇને દીકરીઓને સુરક્ષિત કરવા વેક્સીનેશનનું બીડુ ઝપડ્યુ અને અભિયાન શક્તિ વંદના પૂર્ણ કરીને દીકરીઓને ચિરંજીવી ભવ:નાં આશિર્વાદ બક્ષ્યા છે.
સરકારને વંચિત સમાજ સુધી પહોંચવામાં મદદ મળશેસર્વાઇકલ કેન્સરની ગંભીરતાને ધ્યાને લઇને કેન્દ્ર સરકારે દેશભરની 9 થી 14 વર્ષની દિકરીઓને આ વેક્સિન આપવા બજેટમાં સ્પેશ્યલ જોગવાઇ કરી હતી. જોકે, સશક્ત સમાજો પોતાની રીતે આવા અભિયાન ઉપાડી લે તો સરકાર વંચિત વર્ગો સુધી પહોંચી શકે તેવો શુભ આશય વ્યક્ત કરતાં મંડળનાં પ્રમુખ હર્ષદભાઇ પટેલે કહ્યું કે, અમારા સમાજે પોતાની રીતે જ દાતાઓનાં સહયોગથી દિકરીઓને વેક્સીન આપી દીધી છે, જેથી સરકારી યોજનાનો લાભ વંચિત વર્ગની દીકરીઓને મેળવવામાં સરળતા રહે. આ અભિયાનને સફળ બનાવવામાં મંડળનાઁ સદસ્યો તથા મહિલા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશ પટેલ અને મહેન્દ્ર ભાઈ પટેલ દવરા કરવામાં આવ્યું હતું.
પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર એ જણાવ્યું હતું કે સમાજ ની દીકરી ને સર્વાઈકલ કેન્સર ની રસી આપી ને માતા પિતાએ સુરક્ષિત થઈ ગઈ છે એ સમજવાનું નહીં દીકરીઓ ને કારટે સહિત ની સ્વરક્ષણ માટે તાલીમ પણ આપી સુરક્ષિત કરવી જોઈએ.જેથી તે પોતાની સ્વ રક્ષા કરી શકે તેમ જણાવ્યું હતું. ડો. જીગર પટેલ જણાવ્યું હતું કે પાટણ લેઉવા પાટીદાર સમાજ ની 9 થી14 અને 16 થી 26 વર્ષ ની 720 થી વધુ દીકરીઓને સર્વાઈકલ કેન્સર ની રસી આપવામાં આવી છે. જે ગુજરાત નો આ પ્રથમ રસી કરણ કેમ્પ હશે અંદાજીત ખર્ચ 22થી 23લાખ જેટલો થયો છે. જેમાં દાતાઓ અને સમાજ ના સાથ સહકાર સાથે શુ યોગ્ય સંપન્ન થયો છે.આ કેમ્પ થી બીજા સમાજ પણ પેરાણા લેશે તેમની દીકરીઓ ને પણ રસી આપી સુરક્ષિત કરશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ



