ચાણસ્મા મહેસાણા હાઇવે પર આવેલ સાંઈ મંદિર માં તસ્કરો ત્રાટક્યા
ચાંદીનું સત્તર ચાંદીની પાદુકા સહિત દાન ના પેટી ગોલખ નું ઉપર નું પતરૂ તોડી અંદાજે ૨૦ હજાર રોકડ ની તસ્કરી થઈ
સાંઈ મંદિર સંકુલ સી.સી. કેમેરાથી સજજ પરંતુ ડી.વી. આર બગડ્યું હોવાથી સી.સી. કેમેરા બંધ હાલત માં જોવા મળ્યાં
મોડી રાત્રે ચોકીદાર ઓફિસ માં જઈ સુઈ ગયા ને તસ્કરો એ ખેલ પાડી દીધો
ચાણસ્મા મહેસાણા હાઇવે પર રેલવે ફાટક નજીક આવેલ સાંઈ મંદિર માં મંગળવારે મોડી રાત્રે વરસતા વરસાદ અંધારી રાત્રી ના કારણે સાંઈ મંદિર માં પ્રવેશી સાંઈ મંદિર નાં ગર્ભ ગૃહ ના દરવાજા ના ત્રણેય તાળાં તોડી સાંઈ બાબા ની મૂર્તિ ઉપર રહેલું મોટું ચાંદી નું છત્ર બાબા ની ચાંદી ની પાદુકા ઓ સાથે દાન પેટી ના ગોલખ નું ઉપર નું પતરૂ તોડી રોકડ અંદાજે ૨૦ થી ૨૫ હજાર ની રોકડ ની ચોરી ની ઘટના ની. જાણ વાયુ વેગે ચાણસ્મા નગર સહિત પંથક માં પ્રસરી જતાં ચકચાર મચી જવા પામી છે.
બુધવારે વહેલી સવારે ૫ વાગે પુજારી પૂજા કરવા આવ્યા અને ગર્ભગૃહ નો દરવાજો અર્ધો ખુલ્લો જેવા મળતાં પુજારી ને કંઈક અજુગતું બન્યા ની શંકા જતા તપાસ કરતાં મંદિર માં ચોરી થયા ની ઘટના બન્યા ની જાણ થતા પુજારીએ મંદિર ના વહિવટદારો ને જાણ કરતાં સાંઈ મંદિર નાં વહિવટ દારો ઘટના સ્થળે દોડી આવી પોલિશ ને સાઈ મંદિર માં ચોરી થયાની ઘટના ર્ન જાણ કરી હતી.
સાંઈ બાબા નું મંદિર સી. સી. કેમેરા થી સજજ છે પરંતું ચોરી ની ઘટના બની ત્યારે ડી.વી. આર બગડેલું હોવાથી સી સી કેમેરા કામ કરી શક્યા નહોતા જેની જાણ ચોરી ની ઘટના ની જાણ થતાં સાંઇ મંદિર ખાતે દોડી આવેલ સી. સી. કુટેજ તપાસવા જતાં વહીવટદારો ને જાણ થઈ હતી
બીજી બાજૂ આશ્વર્ય ની વાત એ છે કે સાંઈ મંદિર માં ૩ ચોકી દારો મંદિર ની ચોકી માટે રાખવા માં આવ્યા છે જ્યારે સાંઈ મંદિર માં ચોરી ની ઘટના બની ત્યારે ત્રણ પૈકી એક ચોકીદાર ૨જા પર હતો અન્ય બે ચોકીદારો વરસાદ પડતો હોવાથી મોડી રાત્રે ઓફિસમાં જઈ સુઈ ગયા. અને તસ્કરો એ ખેલ પાડી દિધો
ચાણસ્મા તાલુકા ના ગ્રામીણ વિસ્તારો માં ટ્યુબવેલ ના કેબલ ચોરી ની ઘટના ઓ વધી રહી છે ત્યારે ચાણસ્મા પોલિસ ગ્રામીણ વિસ્તારો માં પેટ્રોલિંગ વધારવા ખેડૂતો એ માંગ વધારી છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ, પાટણ



