Gujarat

હારીજ પંથકમાં અવિરત વરસાદ વરસતા કપાસ,તલ,અડદ, દિવેલા સહિતના પાકમાં નુકસાનની ભીતી…

હારીજ પંથકમાં અવિરત વરસાદ વરસતા કપાસ,તલ,અડદ, દિવેલા સહિતના પાકમાં નુકસાનની ભીતી…

ગ્રામ્ય વિસ્તારોની આશરે 2 હજાર હેકટર જમીનમાં વાવેતર કરેલ કપાસ તલ, અડદ,દિવેલા, સહિતના અષાઢું પાકોમાં નુકસાન થવાની ભીતી…

પાટણ જિલ્લામાં સતત 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે અને સતત વરસાદી માહોલ છવાયો છે ત્યારે અનરાધાર વરસાદથી હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.પાટણ જિલ્લાના હારીજ પંથકમાં અવિરત વરસાદ વરસતા હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ,તલ,અડદ,દિવેલા ,સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા ની ભીતિ સેવાઇ રહી છે. ચતુરભાઈ પટેલના જણાવ્યા મુજબ હારીજ તાલુકાના નવામાંકા,બોરતવાડા, નાણાં, સરેલ,પીપલાના,સહિત આજુબાજુના ગામોમાં આશરે બે હજાર હેકટર જમીનમાં વાવેતર કરેલ કપાસ તલ, અડદ,દિવેલા, સહિતના અષાઢું પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઈ હતી.

રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ

IMG-20240828-WA0043.jpg