પાટણ…
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર
હારીજ સોમનાથ નગરના દેવી પૂજક પરિવારો માટે જય જલારામ સેવા સમિતિ દેવદૂત બની.
*દેવીપૂજક પરિવારોનું સેવા સમિતિ દ્વારા સ્કૂલમાં સ્થળાંતર,જવાબદાર વહીવટી તંત્ર દ્વારા પરિવારને કોઈ મદદ ના મળતા પરિવારો લાચાર બન્યા..*
સમગ્ર પાટણ જિલ્લામાં છેલ્લા 3 દિવસ થી અવિરત વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયાં હતાં.ત્યારે પાટણનાં હારીજ શહેરમાં પણ અવિરત વરસાદમાં કાચા મકાનોમાં પાણી ભરાઈ જતાં દેવીપૂજક પરિવારોનું સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.હારીજ જલારામ સેવા સમિતિ દ્વારા દરેક પરિવારો માટે ભોજન ની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી હતી. હારિજના સોમનાથ નગર વિસ્તારમાં રહેતા દેવીપૂજક સમાજના મકાનોમા વરસાદી પાણી ભરાતા 20 જેટલાં લોકોને બાજુની સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
ત્યારે મહત્વનું છે કે જવાબદાર વહીવટી તંત્ર દ્વારા પરિવારને કોઈ મદદ ના મળતા પરિવારો લાચાર બન્યા હતા.અને જલારામ સેવા સમિતિ હિતેશભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી.અને જલારામ સેવા સમિતિ દ્વારા બે ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.



