Gujarat

સોનીક ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લેતા મુખ્યમંત્રીશ્રી

પ્રાપ્ત થતી વિગત મુજબ પરેશભાઈ તથા સોનિક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સાવરકુંડલા શહેરમાં ચાલતી સેવાકાર્યોની વિવિધ પ્રવૃત્તિઓ અંગેની માહિતી આપતો પત્ર અને સાથે સાથે તાજેતરમાં ‘એક પેડ મા કે નામ’ના આહવાનને સ્વીકારી લઈને વૃક્ષારોપણના કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરાયાની બોલતી તસ્વીરો સાથે ઉજવણીનો આનંદ અને વૃક્ષારોપણ માટેનો નિર્ધાર વ્યક્તની ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નોંધ લીધી છે.અને પત્ર લખી શુભકામના પાઠવી છે. અને ઉલ્લેખ કર્યો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પર્યાવરણ દિન નિમિત્તે રાષ્ટ્રના નાગરિકો માટે ‘એક પેડ મા કે નામ’ના સૂત્ર થકી અપાયેલ સંવેદનાત્મક હાકલને ઝીલી લેવાનું નાગરિક કર્તવ્ય નિભાવવાનો જશ સાવરકુંડલાના આપ સૌ પ્રજાજનોએ મેળવ્યો છે.
વળી લીલીયાના આપણા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સાનિધ્ય અને સદિચ્છા સાથે આપના ફાઉન્ડેશન દ્વારા ૧૦૦૦ વૃક્ષના રોપણ કાર્યક્રમને પરિપૂર્ણ કરાયો તે માટે આપની સમગ્ર ટીમ તથા સાવરકુંડલાના પર્યાવરણપ્રેમી નગરજનોને અનેક અભિનંદન મુખ્યમંત્રીશ્રી આપ્યા છે. ત્યારે સોનીક ફાઉન્ડેશને સાવરકુંડલાનું ગૌરવ વધાર્યું છે અને તેમના ઉપર શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે.
બિપીન પાંધી