સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પૂર્ણિમાના દિવસે 14 માર્ચ 2025ના રોજ ગુજરાતના સૌથી મોટા રંગોત્સવનું આયોજન કરાયું હતું.
પ.પૂ.શા.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અને પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. દાદાને વિશેષ શણગાર કરી સાત પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી દિવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી.

સવારે શણગાર આરતી બાદ હનુમાનજીને રંગો રમાડવામાં આવ્યા. ફુલડોલોત્સવમાં દાદાનું વિશેષ પૂજન-અર્ચન કરાયું. ત્યારબાદ સંતો અને ભક્તોએ સાથે મળીને રંગોત્સવની ઉજવણી કરી. મંદિર પરિસરમાં 2 લાખ જેટલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા.

11થી વધુ દેશો સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ભક્તો પધાર્યા હતા. મંદિર પરિસરને રંગબેરંગી કાપડ અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. દાદાને પહેરાવવામાં આવેલા પંચરંગી વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કરવામાં આવ્યા હતા.

મંગળા આરતી સવારે 5:30 કલાકે કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા અને શણગાર આરતી સવારે 7:00 કલાકે શાસ્ત્રી શ્રીહરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી. ઉદયપુરથી મંગાવવામાં આવેલા ઓર્ગેનિક રંગોથી સવારે 7:30થી 11:00 દરમિયાન ભવ્ય રંગોત્સવ યોજાયો.

મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરાયા,તો 10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાવાયો.• આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે 50 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.

દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી.* 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.*
11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા.* 10,000 જેટલા ફુગ્ગાઓ છોડવામાં આવ્યા હતા.• દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ લગભગ 10,૦૦૦ કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવ્યો હતો.• હોળી (પૂર્ણિમા) ના પરમ પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ હતું.

ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો – યુવતીઓ, ભાઈઓ – બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે – સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા.
પ. પૂ. શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, પ. પૂ. કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતો અને લગભગ એક લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા.તેમજ હનુમાનજી ચાલીસાનો પાઠ કર્યો હતો.• હજારો હરિભક્તોએ દર્શન-આરતી-મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.



