અમદાવાદ ઈન્દોર હાઇવે પર જલારામ સ્કૂલ થી થર્મલ ચોકડી વચ્ચેથી નર્મદા કેનાલ પસાર થાય છે. તારે આ કેનાલ સર્વિસ રોડ બંધ કરવામાં આવી રહ્યો છે.
જેને લઇ કેનાલ પાસેના 10 થી વધુ ગામોના લોકોને ફેરો મારવા માટે મજબૂર બન્યા છે. જેને લઈ સરપંચ દ્વારા નર્મદા કેનાલ પાસેનો માર્ગ તાત્કાલિક ચાલુ કરવા માટે માંગ કરવામાં આવી હતી.
અમદાવાદ ઈન્દોર હાઇવે પર જલારામ સ્કૂલ થી થર્મલ ચોકડી વચ્ચે નર્મદા કેનાલ ની બાજુમાંથી પેનલ પાસેના 10 થી વધુ જેટલા ગામોના લોકો અવર જવર કરતા હોય છે.
પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ વગર જ રસ્તો કરી દેતા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાલુકા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
અકસ્માતને લઈ આવા રસ્તા બંધ કરવા જરૂરી છે પરંતુ હાઈવે દ્વારા બીજો કોઈ વિકલ્પ વગર બંધ કરતા થર્મલ ચોકડી થઈ ગામ જનોને જોખમી રીતે પસાર થવાની ફરજ પડી રહી છે.
થર્મલ ચોકડી પાવર સ્ટેશન નો મુખ્ય માર્ગ હોવાને લઈ મોટી સંખ્યામાં માર્ગ પર જ વહન પાર્ક કરી દેવામાં આવે છે.
આ કેનાલ પાસેનો માર્ગ બંધ કરતા નાના વાહનના ચાલકોને થર્મલ ચોકડીથી ટર્ન લઈ જવું પડી રહ્યું છે. જેને લઈ સરપંચ દ્વારા નર્મદા કેનાલ પાસેનો માર્ગ તાત્કાલિક ચાલુ કરવા માટે માંગ કરવામાં આવી હતી.
ત્યારે આ હાઇવે ઉપર ઓવર સ્પીડમાં આવતા વાહનોના કારણે વહનચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે.

