Gujarat

ગોવર્ધનનાથજી, શામળશા શેઠ અને આશાપુરા મંદિરે પુષ્પશૃંગાર અને છપ્પન ભોગનું આયોજન

દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા ગોવર્ધનનાથજી મંદિર, શામળશા શેઠ મંદિર અને કુલઅંબા શ્રી આશાપુરા માતાજી મંદિરે તા. 6 મે, 2025ના રોજ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ગોવર્ધનનાથજી મંદિરે સાંજે 5:30 કલાકથી કાર્યક્રમની શરૂઆત થશે. મહાપ્રભુજીની બેઠક સામે આવેલા શેઠ મંદિર અને ભદ્રકાલી મંદિર પરિસરમાં પુષ્પ શૃંગાર દર્શન મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.

શામળશા શેઠ મંદિરે છપ્પન ભોગ મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પૂજારી મનોજભાઈ કે. ઠાકરે ધર્મપ્રેમી જનતાને આ મનોરથ દર્શનનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.