Gujarat

આજ રોજ લીલીયા મોટા ખાતે ધો ૧ થી ૫ ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવતા વિપુલ દુધાત

આજ રોજ લીલીયા મોટા ની કન્યાશાળા ખાતે સરકાર શ્રી ના નિર્ણય મુજબ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીનીઓ ને કુમ કુમ તિલક અને પુષ્પ આપી કોરોના મહામારી ના કારણે ઓફ લાઇન અભ્યાસ બંધ હોય ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ગઈ કાલે નિર્ણય કરવામાં આવેલ કે એક થી પાંચ ધોરણ નું શિક્ષણ કાર્ય સ્કૂલ પર ચાલુ કરી દેવું જેના કારણે આજે લીલીયા માં અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ મગનભાઈ દુધાત દ્વારા પ્રવેશ અપાયો હતો ત્યારે તેમની સાથે આચાર્ય શ્રી ભૂમિકા બેન ત્રિવેદી તેમજ શિક્ષક  સ્ટાફ ઉપસ્થિત રહેલ આ તકે જી.પ. સદસ્ય ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી, ગૌતમ ભાઈ વિછીયા, ઘનશ્યામભાઈ મેઘાણી, અરજણ ભાઈ ધામત, ઈમરાન પઠાણ, હરેશભાઈ ડાભી તેમજ વાલીઓ ઉપસ્થિત રહેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *