ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી યોજાનાર છે. જે માટે જામનગર જિલ્લાના વિવિધ ગામો ખાતે મતદારોને પ્રોત્સાહિત, પ્રશિક્ષિત કરવા અને મતદારો કાયદા/નિયમોની જોગવાઈઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ મેળવે તેમજ મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા.
જે અન્વયે નોડલ અધિકારી અને જીલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.ડોડીયા તેમજ નોડલ અધિકારી અને જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન ડી.વાળાના માર્ગદર્શન હેઠળ વિવિધ કોલેજમાં એન.સી.સી., એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ,સ્ટાફ,સ્થાનિક નાગરિકો દ્વારા તેમજ જીલ્લા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફિસર શ્રી સુરેશ ભીંડી દ્વારા તાલુકાઓના હોમગાર્ડ જવાનોને મતદાન જાગૃતિ અભિયાનમાં જોડવામાં આવ્યા હતા. આ તકે સર્વેએ મતદાન કરવાના અને લોકશાહીના પર્વમાં જોડાવાના શપથ લીધા હતા, તેમ સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.


