ગિરગઢડા
ભરત ગંગદેવ
ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગર અને શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટનાં સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે મેંદરડાના સાસણ ગામ મુકામે તા. ૨૯/૧૨/૨૦૨૧ નાં રોજ “વેટલેન્ડ કન્ઝર્વેશન પ્રેક્ટિસિસ” અંગેનો ૧ દિવસનો તાલીમ કાર્યક્રમ યોજયેલ જેમાં જળાશયોનું સંરક્ષણ અને સંરક્ષિત કરવાના ઉપાયો તેમજ જળાશયોનું મહત્વ, તેના ફાયદા, જળાશયોનું સંરક્ષણ કરવા અંગેના ઉપાયો અંગે સ્થાનિક લોકોની ભૂમિકા અંગે પ્રોજેક્ટર દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવેલ તેમજ તાલીમ સંબંધીત માહિતી કીટ પૂરી પાડવામાં આવેલ આ તકે ગામના સરપંચ નજમાબેન જુમાભાઇ કટિયા, તલાટી મંત્રી રમેશભાઈ ડાકી, PHC નર્સ સોનલબેન ચારોલિયા, મહિલા આગેવાન & SHG લીડર જિન્નતબેન બ્લોચ, આંગણવાડી વર્કરો, આશા વર્કરો, તાલુકા પંચાયત સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ સમગ્ર તાલીમનું સંચાલન સંસ્થાના રાજેનભાઇ કારીયા, સોહમભાઇ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
Attachments area


