Gujarat

રિવરફ્રન્ટ ફ્લાવર શોની ટિકિટના દર નક્કી કરાયા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી જાન્યુઆરી 2027માં યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પ્રવેશ ટિકિટના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ. 120 અને શનિવાર-રવિવારે રૂ. 150 ટિકિટ રાખવાની દરખાસ્ત 25 નવેમ્બરે મળનારી રીક્રિએશન કમિટીમાં રજૂ કરવામાં આવી છે.

ગત વર્ષની સરખામણીએ ટિકિટના દરમાં રૂ.40થી 50નો વધારો સૂચવાયો આશરે એક મહિના સુધી ચાલતા અને રૂ. 15થી 17 કરોડના ખર્ચે તૈયાર થતા આ ફ્લાવર શોમાં વિવિધ ફૂલોની પ્રતિકૃતિઓ અને થીમ આધારિત આકર્ષણો મૂકવામાં આવે છે. વર્ષ 2026માં ફ્લાવર શોની સામાન્ય ટિકિટ સોમથી શુક્રવાર રૂ. 80 અને શનિ-રવિ તથા જાહેર રજાના દિવસે રૂ. 100 હતી, જ્યારે 2025માં આ દર અનુક્રમે રૂ. 70 અને રૂ. 100 રાખવામાં આવ્યા હતા, જેની સામે આ વખતે દરમાં વધારો સૂચવાયો છે. જોકે રીક્રિએશન કમિટીના ચેરમેન દ્વારા આ દરમાં વધારો-ઘટાડો થઈ શકે છે.

ફ્લાવર શોની સાથે અટલબ્રિજની મુલાકાત લેવાની ઇચ્છા ધરાવતા લોકો માટે અગાઉ કોમ્બો ટિકિટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને 2026માં ફ્લાવર શોની સામાન્ય ટિકિટથી અલગ ફ્લાવર શો અને અટલબ્રિજ બંનેની મુલાકાત માટે સંયુક્ત ટિકિટની વ્યવસ્થા હતી. ગત વર્ષે પણ આટલો જ ભાવ વધારો રાખવા માટે હરખાત મુકાઈ હતી. જો કે, ભાવ 80 અને 120 રૂપિયા રાખવામાં આવ્યો હતો, ત્યારે હવે 100 અને 130 રાખવામાં આવી શકે છે.