નવીદિલ્હી
મહારાષ્ટ્ર રાજ્યમાં વધતા ઓમિક્રોનના સંક્રમણે પણ તંત્રની ચિંતા વધારી છે. મહારાષ્ટ્રમાં બુધવારે ઓમિક્રોનના ૮૫ નવા કેસ નોંધાયા છે. આ સાથે, રાજ્યમાં નવા વેરિઅન્ટના ૨૫૦ થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના ૩૯૦૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૦ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે એકિટવ કેસનો આંકડો ૧૪,૦૬૫ પર પહોંચી ગયો છે. મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં કોરોના વાયરસના ૨૫૧૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથે ૨૫૧ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુંબઈમાં કોરોના વાયરસના ૧૩૭૭ નવા કેસ નોંધાયા હતા. મંગળવારની સરખામણીમાં બુધવારે કેસમાં ૮૨% જેટલો વધારો નોંધાયો છે. આ રીતે મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા ત્રીજી લહેરની આશંકા વર્તાઈ રહી છે. રાજ્યના પર્યટન અને પર્યાવરણ મંત્રીએ મ્સ્ઝ્ર અધિકારીઓ સાથે બુધવારે એક બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યુ કે આ અઠવાડિયાથી કોરોનાના કેસમાં અચાનક વધારો નોંધાયો છે.જ્યારે મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેએ મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપથી થઈ રહેલા વધારાને જાેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. આ સાથે ઠાકરેએ રસીકરણ અને માસ્કના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો.કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મ્સ્ઝ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. મ્સ્ઝ્રના જણાવ્યા અનુસાર, દુબઈ સહિત ેંછઈથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો જેઓ મુંબઈના રહેવાસી છે તેમણે ફરજિયાતપણે ૭ દિવસના હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. ઉપરાંત આગમન સમયે મુસાફરો માટે ઇ્-ઁઝ્રઇ ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે.


