Gujarat

ઊનાના સામતેર એસબીઆઇ બેંકના કર્મચારી દ્રારા ગ્રાહકો સામે ઉધ્ધતન ભર્યુ વર્તન કરી હેરાન કરતા હોવાની રાવ

ઊનાના સામતેર ગામે આવેલ એસબીઆઇ બેંકમાં આવતા ગ્રાહકોને ખાતા ખોલાવવા બાબતે બેંકના કર્મચારીઓ હેરાન પરેશાન કરી ધક્કા ખવડાવતા હોયો એસબીઆઇ બેંકમાં દૂર દૂરના ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા ગ્રાહકો પોતાના બાળકોના શિસ્યવૃતિ ફોર્મમાં બેંક ખાતાની જરૂરીયાત હોય આથી બેંકમાં બાળકોના વાલીઓ બેંક ખાતુ ખોલાવવા જતા હોય છે. ત્યારે બેંકના કર્મચારીઓ પોતાની મનમાની મુજબ કનડગતિ કરી બેંક ખાતામાં આધારકાર્ડ લીંક તેમજ કેવાયસી મુદે બહાના કાઢી ગ્રાહકોના પોતાના પૈસા આપવા વારંવાર ધક્કા ખવડાતા હોવાથી લોકો હેરાન પરેશાન બની ગયા છે. ગ્રામ્ય વિસ્તારના મજુર વર્ગના લોકો મજુરી કામ બંધ રાખી બેંકમાં આવતા હોય છે. અને સખીમંડળની મહીલાઓને તેમજ મોટી ઉમરના વૃધ્ધો બેંક ખાતા માટે તેમજ અન્ય બેંકના કામકાજ માટે જતા હોય છે. ત્યારે બેંક કર્મચારી દ્રારા હેરાન પરેશાન કરતા હોય અને સાંજના ચાર વાગ્યા પછી કોઇ ગ્રાહક માત્ર પુછપરછ માટે જતા હોય ત્યારે પણ ઉધ્ધતભર્યુ વર્તન કરી કાઢી મુકવામાં આવે છે. અને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. આ બાબતે સામતેર એસબીઆઇ બેંક સામે ગ્રાહકોએ ભારે આક્રોસ વ્યક્ત કરેલ હતો.

-એસબીઆઇ-બેંકના-કર્મચારી-દ્રારા-ગ્રાહકો-સામે-ઉધ્ધતન-ભર્યુ-વર્તન-કરતા-હેરાન-પરેશાન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *