ઊનાના ઉમેજ ગામે સર્વ રોગ નિદાન કેમ્પ સ્વ હમીરસિંહ દાદભા ગોહીલના આત્માને શાંતિ અર્થે આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ડો.મુકેશ બલદાણીયા, ડો રમેશ ગોહીલ, અશોક બાંભણીયાએ તપાસ અર્થે આવતા દર્દીઓ જેવા કે રદય રોગ, ડાયાબિટીસ, પક્ષઘાત, બ્લડ પ્રેશર, શ્વાસ દમ, તાવ, પેટના રોગો, કમળો, સર્પદંશ, ઝેરી દવાની અસર એસીડ, ફિનાઇલની અસર જેવા અનેક રોગોની સારવાર કરી અને વિનામુલ્યે દવા આપવામાં આવેલ હતી. આ તકે સરપંચ હામભા જાલમભા વાળા, પૂર્વ સરપંચ મનસુખભા ગોહીલ, મુન્નભાઇ ઉનડજામ સહીતના ગામના યુવાનો આગેવાનનો ઉપસ્થિત રહ્યા હતા.


