પાટણ
બદ્રીદાસની વાડીમાં રહેતા અને રેવડીનો ધંધો કરતાં દિપેશભાઇ સુરેશભાઇ પંડિતનાં બંધ ઘરમાં પ્રવેશીને અંદરની તિજાેરી ખોલી તેમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલે રૂ. ૯૭ હજાર ૫૦૦ની મત્તાની ચોરી થઇ હતી. આ અંગેની તપાસ દરમિયાન પી.એસ.આઇ. વી.જે. પરમાર તથા સ્ટાફનાં મૌલિકભાઇને મળેલી બાતમી આધારે બે શખ્સો અર્જુન ધર્મેન્દ્ર દવે તથા યોગેશ ગોદડભાઇ માજીરાણાની ધરપકડ કરીને તેમની પાસેથી એક એક્ટિવા જપ્ત કર્યુ હતું. તેની ડેકીમાંથી ચોરીને મુદ્દામામાં ચાંદીના ઘરેણા, ૨૦૦૦ રોકડા, ૫૦૦૦ની ઘડિયાળનું બીલ, રૂ. ૨૦૦૦નું બ્લ્યુટુથનું બીલ અને મોબાઇલ વગેરે મળી આવ્યા હતા. પોલીસે બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે પુછપરછ કરતાં તેઓએ ચોરીનાં પૈસા તેમનાં બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. તેમજ બાકીનાં રુપિયા અલગ અલગ જગ્યાએ વાપર્યા હોવાનું જણાવ્યું હતું.પાટણ શહેરનાં વેરાઈ ચકલાથી તિરુપતિ માર્કેટ જવાનાં માર્ગે આવેલી બદ્રીદાસની વાડીમાં તાજેતરમાં થયેલી રૂ. ૯૭ હજાર ૫૦૦ની ચોરી કરનારા ઘર માલિકનાં જ પડોશી બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે બંને શખ્સોને ઝડપીને તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને તેમની ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ અગાઉ પણ નાની મોટી ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી.


