Gujarat

જાહેર રસ્તાઓ ઉપર વાહનો પાર્કીંગ કરવા ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

છોટાઉદેપુર
પોલીસ અધીક્ષકશ્રી છોટાઉદેપુર ના પત્ર ક્રમાંક: ટ્રાફિક/ નોપાર્કિંગ ઝોન/ જાહેરનામું/ ૨૧૭/૨૦૧૯, તા.૨૧/૧૦/૨૦૧૯ના પત્ર થી છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે, માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ CCTV અંતર્ગત અલગ-અલગ જગ્યાએ લગાડવામાં આવેલ VISWAS કેમેરા દ્વારા ગુણવત્તા સભર રેકોર્ડિંગ થાય તે સારું વાહનોની અવરજવર ઉપર નિયંત્રણ રાખવા માટે પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણે નીચે મુજબના સ્થળોએ “નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા જાહેરનામું બહાર પાડવા માગણી કરેલ છે.
     જેથી હું ડી.કે.બારીયા, GAS, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુર માન. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, છોટાઉદેપુરના હુકમ નંબર એમએજી/વશી/૬૫૮૨/૨૦૧૭થી તા.૩૧/૧૨/૨૦૧૭થી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) હેઠળના જાહેરનામાં બહાર પાડવાની મને મળેલ સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લાના નીચે મુજબના જાહેર રસ્તાઓ ઉપર વાહનો પાર્કીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું છું.
       //પ્રતિબંધિત વિસ્તાર//
૧.છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર
  ૧. પેટ્રોલ પંપ ચોકડીથી વસુંધરા મીલ બીપી સુધીનો સમગ્ર રોડ
  ૨. સર્કિટ હાઉસ થી પેટ્રોલ પંપ ચોકડી,બસ સ્ટેશન, એસ.બી.આઇ.બેંક સુધીનો સમગ્ર રોડ
  ૩. પેટ્રોલ પંપ ચોકડી થી રંગપુર નાકા સુધીનો સમગ્ર રોડ
૨. જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તાર
  ૧.જેતપુરપાવી એસટી ચોકથી ૧૦૦ મિટીરની આજુબાજુનો હાઈવે રોડ પર નો વિસ્તાર
૩. બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તાર
  ૧. બોડેલી એસટી ડેપો થી 100 મીટર ની આજુબાજુ નો વિસ્તાર
  ૨. બોડેલી અલીપુરા ચોકડી થી રોડની ની 100 મીટરની આજુબાજુ નો વિસ્તાર
૪. કવાટ પોલીસ સ્ટેશન વિસ્તાર
  ૧.નસવાડી ચોકડી ની આજુ બાજુના રોડ પર ૧૦૦ મીટરની વિસ્તાર
૫. નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર
   ૧. નસવાડી આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કના એટીએમ થી રેલવે ફાટક સુધીનો સમગ્ર રોડ
   ૨. નસવાડી પીકઅપ સ્ટેન્ડ થી પી.ડબલ્યુ. ડી.ની જુની ઓફિસ સુધીનો રોડ
   ૩. નસવાડી એસ બી સોલંકી હાઇસ્કુલ થી સરકારી ગેસ્ટ હાઉસ સુધીનો સમગ્ર રોડ ઇન્ડિયા.
૬. સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તાર
   ૧. સંખેડા એસટી ડેપોની ની ૧૦૦ મીટરની આજુબાજુ નો વિસ્તાર
                                //અપવાદ//
એમ્બ્યુલન્સ તથા અન્ય ઇમરજન્સી વાહનો, ફાયરસેફ્ટીના વાહનો, રસ્તા કે ઇલેક્ટ્રિસિટી રીપેરીંગના વાહનો, સરકારી બસ તથા અન્ય સરકારી વાહનો જેઓને ફરજના ભાગરૂપે તે સ્થળે જવાની ફરજ હોય.
                             //પ્રતિબંધિત સમયગાળો//
આ હુકમ તા.૦૧/૦૨/૨૦૨૨ થી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.
 //સજા//
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *