વલસાડ
વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગરના માતાજીના મંદિરોમાં નવરાત્રિના પવિત્ર અવસરે ભક્તોનું મહેરામણ ઉમટી પડે છે.આ સમગ્ર મેળો બે દિવસ સુધી ધમધમતો રહે છે.જેમાં વલસાડ સહિત આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે.
પારનેરા ડુંગર માતાજી મંદિ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટીઓએ સ્પષ્ટ કરી દીધું હતું કે,માતાજી મંદિર ટ્રસ્ટ કોઇ પણ જગ્યાએ કોઇપણ જાતના દાન,ભેટ કે વિકાસના કામો માટે ઉઘરાણું કરતું નથી. ટ્રસ્ટી મંડળ વર્ષોથી માતાજીના મંદિરોનું સંચાલન કરી છે. જેમાં ઠગભગતો ભક્તો પાસે ઉઘરાણું કરે છે તે ચલાવી લઇ શકાય નહિ તેવો સૂર વ્યક્ત કરાયો હતો. પારનેરા ડુંગર માતાજી મંદિર ટ્રસ્ટે આવા પ્રકારના ઉઘરાણાંની ગંભીર નોંધ લીધી છે.આ સાથે એવું પણ નક્કી કરાયું છે કે,કોઇપણ વ્યક્તિ કે કોઇ મંડળ અથવા કોઇ સંસ્થા દ્વારા પારેનરા ડુંગર ઉપર આવેલા માતાજીના નામે ઉઘરાણું કરતા જણાય આવે તો તાત્કાલિક મંદિર ટ્રસ્ટનો સંપર્ક કરીને જાણકારી આપવા સૂચના આપવામાં આવી છે.
પારનેરા ડુંગર અને ત્યાં આવેલા માતાજીના મંદિરોની વિશેષ ઓળખ ધરાવતા મંદિર સંકુલ અને પારનેરા ડુંગરને તિર્થ ધામ તરીકે વિકસાવવા મંદિર ટ્રસ્ટ અને સંકળાયેલા અન્ય અગ્રણીઓ દ્વારા સતત પ્રયાસો ચાલૂ છે.વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા પણ પારનેરા ડુંગરના વિકાસ માટે સહયોગ મળતો રહ્યો છે.જેના પગલે અંહિ માતાજીના મંદિરોમાં દર્શનાર્થીઓ,શ્રધ્ધાળુઓ વિશાળ સંખ્યામાં વાર તહેવાર દર્શન માટે ઉમટે છે ત્યારે ભક્તો પાસે ધાર્મિક કાર્યો અને માતાજીના નામે ઉઘરાણાંની બાબતને ટ્રસ્ટે ગંભીર નોંધ લીધી છે.
પારનેરા ડુંગર માતાજી મંદિર ટ્રસ્ટે આ મામલે ગંભીર નોંધ લેવામાં આવી છે.માતાજીના મંદિરોમાં ધાર્મિક કાર્યો અને ડુંગરના વિકાસ માટે માતાજીના ભક્તો પાસેથી પૈસા ઉઘરાવવાનું કેટલાક ઢગભગતો ષડયંત્ર ચલાવી રહ્યા છે તેવું દર્શને આવતા ભક્તો તથા અમુક લોકો દ્વારા જાણવા મળ્યું છે.જેની જાણ કરવા સૂચના આપવામાં આવી છે.- પંકજ પટેલ,મંત્રી,પારનેરા ડુંગર માતાજી મંદિર ટ્રસ્ટ
વલસાડના ઐતિહાસિક પારનેરા ડુંગર પર બિરાજમાન શ્રીચંદિકા માતાજી, શ્રી અંબિકા માતાજી અને નવદૂર્ગા માતાજી, શ્રી મહાકાળી તથા શ્રી હનુમાનજીના પૂરાણા મંદિરોમાં દર્શનાર્થે આવતાં ભક્તો પાસેથી મંદિરના નામે નાણાંના ઉઘરાણાંનું તૂત સામે આવતાં ટ્રસ્ટી મંડળ ચોંકી ઉઠ્યું છે.વર્ષોથી આ પ્રસિધ્ધ મંદિરોમાં ભક્તો પાસે કોઇપણ પ્રકારનું ઉઘરાણું કરવામાં આવતું ન હોવા છતાં કેટલાક તત્વો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા હોવાનું સામે આવતાં ટ્રસ્ટી મંડળે તાત્કાલિક બેઠક યોજી ભક્તોને આવા તત્વોની જાણ કરવા સૂચના જારી કરી છે.
વલસાડ જિલ્લામાં પારનેરા ડુંગર પર આવેલા માતાજીના મંદિરોમાં હજારો ભક્તો શ્રધ્ધા ધરાવે છે.આ ઐતિહાસિક ડુંગર પેશ્વાઇ કાળથી પ્રસિધ્ધ છે અને અહિં શ્રીચંદિકા માતાજી,શ્રી અંબિકા અને શ્રી નવદૂર્ગા માતાજી,શ્રી મહાકાળી માતાજી અને શ્રીહનુમાનજીના મંદિરોમાં વાર તહેવારે મોટા પ્રમાણમાં શ્રધ્ધાળુઓ અને ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા રહે છે.અંહિ માતાજીની શણગારેલી મૂર્તિઓના દર્શન માટે ભકતોની આસ્થા જાેડાયેલી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીની આવજા રહે છે.માતાજીના આ મંદિરોનું સંચાલન ટ્રસ્ટ દ્વારા થઇ રહ્યું છે.
દરમિયાન કેટલાક તત્વો મંદિરોમાં દર્શન માટે શ્રધ્ધાપૂર્વક આવતા ભક્તો પાસે નાણાંનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી બાબત સામે આવતાં ટ્રસ્ટીઓ ચોંકી ગયા હતા.જેના પગલે ટ્રસ્ટી મંડળની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં માતાજીના મંદિરોમાં ભક્તો પાસે નાણાં ઉઘરાવવાના મામલે ગંભીર ચર્ચા હાથ ધરી આ ષડયંત્ર સામે સતર્ક થઇ ગયા હતા.છેલ્લા કેટલાક વર્ષથી પારનેરા ડુંગર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઝડપથી વિકાસના કાર્યો થઇ રહ્યા છે અને હાલમાં પણ વિકાસકીય કામો ચાલૂ રહ્યા છે.આ સાથે પારનેરાના આ ઐતિહાસિક ડુંગર પર બિરાજમાન માતાજીના દર્શને જિલ્લા તથા જિલ્લા બહારના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી લાભ લઇ રહ્યા છે.


