ગોંડલ
લગ્નજીવનના ઝગડાથી ઘણી બધી ઘટનાઓ બહાર આવે છે જ્યાં આ ઘટના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે રહેતી પરિણીતાએ પંદર વર્ષના લગ્નજીવનના ઝગડાથી કંટાળી કેરોસીન છાટી જાત જલાવી લેતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાળા ગામે રહેતા ભારતીબેન મહેશભાઇ ડાભી ઉંમર વર્ષ ૩૨ એ પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી લેતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,૧૫ વર્ષના લગ્નજીવનમાં પતિ સાથે અનેકવાર ઝઘડા થતા હતા તેના પતિને રોજિંદા દારૂ પીવાની ટેવ હોય અવારનવાર ઢીકાપાટુનો માર મારતો હતો. ગેસ સિલિન્ડરની નળી લીકેજ થઈ હોય જે રીપેરીંગ કરાવી દેવાનું કહેતા ઉશ્કેરાયો હતો અને ઝઘડો કર્યો હતો જે બાબતે ધીરજ ખૂટી પડતા પરિણીતાએ કેરોસીન છાંટી જાત જલાવી હતી બનાવ અંગે પોલીસે પરિણીતાના પતિ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૨૩ ૫૦૪ ૪૯૮-ક મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
