સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના સેવાભાવી હિતેષ સરૈયાને અમરેલી નગરપાલિકાનો સુખદ અનુભવ થયો.. સાવરકુંડલાના મુકેશભાઈ બાઘાભાઈ પીપળીયાનું અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેનાં મૃતદેહને વતન સાવરકુંડલા પહોંચાડવા માટે એક હજારનું ભાડું માંગવામાં આવેલ. પરંતુ આ ગરીબ પરિવાર પાસે મૃતદેહને પહોંચાડવા રૂપિયા એક હજાર ભાડા પેટે ન હતાં આ બાબતની જાણ સાવરકુંડલાનાં હિતેષ સરૈયાને કરી હિતેષભાઈનો સંપર્ક કર્યો અને હિતેષભાઈએ અમરેલી ખાતે વિપુલ ભટ્ટીને જાણ કરી તેથી વિપુલભાઈ તથા પ્રકાશભાઈ ગેડિયા અને અમરેલી નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ શેખવાની મદદથી આ મૃતદેહને વિનામૂલ્યે સાવરકુંડલા પહોંચાડવામાં આવેલ. આ તકે હિતેષ સરૈયા આ તમામ સેવાભાવીઓનો આભાર માન્યો હતો અને તેનાં સેવાકીય વલણને બિરદાવ્યું હતું
|
ReplyForward
|
