મુંબઈ
કાશ્મીર ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર જાેયા બાદ દર્શકો જબરદસ્ત રિએક્શન આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું ટ્રેલર જાેઈને આત્મા કંપી જશે તો કોઈએ કહ્યું- આમાં આખું સત્ય જાેવા મળશે. તમને જણાવી દઈએ કે ‘ધ તાશ્કંદ ફાઈલ્સની મજબૂત પકડ પછી નિર્માતા વિવેક અગ્નિહોત્રી કાશ્મીર હત્યાકાંડના પીડિતોની સાચી વાર્તાઓ પર આધારિત વધુ એક ચોંકાવનારી, રસપ્રદ વાર્તા લઈને આવ્યા છે. દર્શકોને તે સમયે કાશ્મીરમાં પ્રવર્તતા આતંક, ભયાનક ગભરાટની ઝલક આપતા ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું ટ્રેલર તમને લાગણીઓના રોલરકોસ્ટર પર લઈ જાય છે, જે દુઃખદ ઘટના દરમિયાન પ્રગટ થઈ હતી. આ ફિલ્મમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પલ્લવી જાેષી, પ્રકાશ બેલાવાડી, અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો જાેવા મળશે. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી કહે છે, “કાશ્મીર નરસંહારની વાર્તાને મોટા પડદા પર લાવવી એ કોઈ સરળ કામ નથી અને તેને ખૂબ જ સંવેદનશીલતા સાથે હેન્ડલ કરવું પડ્યું. આ ફિલ્મ આંખ ઉઘાડી દે તેવું વચન આપે છે અને પ્રતિભાશાળી કલાકારો સાથે દર્શકો આ ઇછઉ અને રિયલ નેરેટિવ દ્વારા ભારતીય ઈતિહાસની આ ઘટનાને ફરીથી જાેઈ શકે છે. અભિનેત્રી પલ્લવી જાેશી વધુમાં ઉમેરે છે “એક ફિલ્મ તેની સ્ક્રીપ્ટ જેટલી સારી હોય છે અને કાશ્મીર ફાઈલ્સ સાથે દર્શકો ખરેખર પાત્રો દ્વારા પસાર થતી લાગણીઓને અનુભવી અને સહન કરી શકે છે. ટીમમાં દરેક વ્યક્તિએ અભિનેતા તરીકે તેમના પાત્રોમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને આ આઘાતજનક અને દુઃખદ વાર્તા કહેવા માટે પ્રતિબદ્ધ છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું દિગ્દર્શન વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જાેશી અને વિવેક અગ્નિહોત્રી દ્વારા અભિષેક અગ્રવાલ આર્ટ્સના બેનર હેઠળ નિર્મિત છે. આ આકર્ષક ડ્રામા ૧૧મી માર્ચ ૨૦૨૨ના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે.


