સહજીવન સંસ્થા તથા હાલારી ગધેડા સરક્ષણ સમિતિ દ્વારા હાલારી ગધેડા માટે શીમંત ( ગર્ભધારણ સંસ્કાર ) કાર્યક્રમ કરવામાં આવ્ય હતો.માલધારી સમાજમાં હાલારી ગધેડા મોટા ભાગે રબારી અને ભરવાડ સમુદાયના લોકો રાખે છે.આ લોકો મોટે ભાગે અલગ અલગ સૌરાષ્ટ્રના જામનગર , દ્વારકા જીલ્લામાં સ્થાળાતર કરે છે.આ ગધેડા ૩૦ થી ૪૦ કિમી ચાલી શકે છે . પશુ – પાલક મહિલાઓ મોટે ભાગે આ ગધેડાનું સાર – સંભાળ રાખે છે આમ સ્થાળાતર કરતા માલધારી જે પાંચાલી ઘેટા તથા બકરી ( કાહમી , ભગરી ) રાખત માલધારી હાલારી ગધેડાનો સ્થળાંતર દરમિયાન માલવાહક તરીકે ઉપયોગ કરે છે .
આ ઉપરાંત કુંભાર તેમજ રાવળ સમુદાયના લોકો પણ હાલારી ગઘેડાનું ઉછેર તથા વેચાણ કરે છે . હાલારી ગઘેડા લુપ્ત થતી નસ્લ માની એક નસ્લ છે . ભારતીય કૃષિ સંશોધન પરિષદ ( ICAR – NBAGR ) દ્વારા હાલારી ગધેડાની નસ્લને ભારતની એક્ અલગ નસલ તરીકે માન્યતા આપવામાં આવી છે . હાલારી ગધેડા મુખ્યત્વે દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં ( હાલાક વિસ્તાર ) માં જોવા મળે છે . હાલારી ગધેડીનું દૂધ વિશ્વમાં સૌથી મોધાભાવનું દુધ હોવાથી સૌરાષ્ટ્રના હાલારી ગધેડાએ સમગ્ર દેશન ધ્યાન આકર્ષિત કર્યું છે . સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશનો આ ભવ્ય ગધેડા હાલમાં ભયજનક સ્થિતિમાં છે અને વસ્તીમાં ઘટતા વલણને પાછું લાવવા સંરક્ષણ તરફ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે .
સહજીવન ટ્રસ્ટ દ્વારા 2015 માં હાલારી ગધેડા અને તેના પાળનારાઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે આ જાતિના 1200 ગધેડા અસ્તિત્વમાં છે . આમ જયારે 2021-22માં સહજીવન દ્વારા સર્વે હાથ ધરવામાં આવેલો ત્યારના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે તેના મૂળ વિસ્તારમાં આ નસલની સંખ્યા ઘટીને 439 થઈ ગઈ છે.હાલારી ગધેડા પાળતા માલધારી સાથે સંરક્ષણ સમિતિ બનાવવામાં આવી છે અને સહજીવન સંસ્થા લોકશાહી રીતે આ સમિતિની મદદ કરી રહી છે .
ગોદભરાઈ ( બેબી શાવર ) જે માતાને આશીર્વાદ આપવા અને જન્મ લેવા માટે આવકારવા અને ઉજવણી કરવાની પરંપરાગત ભારતીય વિધિ છે . સહજીવન ટ્રસ્ટ , ભુજ સાથેની હાલારી ગધેડા સંરક્ષણ સમિતિનું માનવું હતું કે હાલારી ગધેડાનું સંરક્ષણ ત્યારે જ શરૂ થઈ શકે જ્યારે દરેક ગધેડા સંવર્ધકો તેમના પરિવારમાં અપાર ખુશી અને આશા સાથે બચ્ચાને આવકારે જેમાં જન્મ લેનાર ખોલકાનું પરંપરાગત વિધિ પ્રમાણે તેનું સ્વાગત કર્યું અને હાલારી ગધેડાનું સંરક્ષણ થાય , તે માટે સંવર્ધકોને ઓલાદની પ્રસુતિ પહેલા અને જન્મ પછીની સંભાળના વિવિધ પાસાઓ વિગતે સમજણ આપવામાં આવી હતી.તથા આજીવિકાની જાતિનું સંરક્ષણ અને મૂળ ટ્રેકમાં ગધેડાનું ફાર્મ વિકસાવવા માટે સમિતિને મદદ કરવા માટે રાજ્યના વિભાગો સુધી પહોંચવા , અને સંવર્ધકોને જોડાણો વિકસાવવા માટે મદદ કરવી.સંગઠન અને વિવિધ સરકારી વિભાગોના સાથ – સહકારથી હાલારી ગધેડાના સંરક્ષણ તથા નીતિ ઘડતર અંગે સમિતિની કામગીરી વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ,
હરેશ ભાલીયા જેતપુર


