International

દેશમાં ઈંધણના ભાવમાં ભડકાના દેખાઈ રહ્યા છે એંધાણ

યુક્રેન
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધવાની શક્યતા છે. જેની અસર ભારતમાં તેલની કિંમતો પર પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાે આવું જ ચાલતું રહ્યું તો પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાને પહોંચી શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ક્રૂડ ઓઈલની કિંમત હાલમાં રેકોર્ડ સ્તર પર છે. પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલની કિંમત ૧૦૦ ડોલર (રૂ. ૭૫૦૭.૫૫) પર પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં ૪.૩૦ ટકાનો વધારો થયો છે. જે બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત ૧૦૨.૧૪ ડોલર પ્રતિ બેરલ અને ઉ્‌ૈં ૯૬.૧૫ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. ૪ સપ્ટેમ્બર ૨૦૧૪ પછી પહેલીવાર ૨૪ ફેબ્રુઆરીએ ભારતે ૧૦૦ ડોલરના દરે ક્રૂડ ઓઈલ ખરીદવું પડ્યું હતું.રશિયા અને યુક્રેન વચ્ચેના સંકટને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે. રશિયા વિશ્વનો ત્રીજાે સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. ફેબ્રુઆરીમાં ભારતીય ક્રૂડ ઓઈલ બાસ્કેટની સરેરાશ કિંમત ૯૩ ડોલર પ્રતિ બેરલ હતી. જે જાન્યુઆરીની સરખામણીએ ૧૦ ટકા વધુ છે. જાન્યુઆરીમાં સરેરાશ કિંમત ૮૪.૨ ડોલર પ્રતિ બેરલ હતી. ક્રૂડ ઓઈલના ભાવમાં ૧૯ ટકાનો વધારો થયો છે પરંતુ દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ૯૫.૩૫ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત ૮૯.૩૩ રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ ૧૧૬.૩૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૧૦૦.૫૩ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે ૬ વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા જીસ્જી દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો ઇજીઁ સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી ૯૨૨૪૯૯૨૨૪૯ પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર એસએમએસ મોકલી શકે છે. ૐઁઝ્રન્ ના ગ્રાહકો ૐઁઁિૈષ્ઠી અને ૯૨૨૨૨૦૧૧૨૨ લખીને જીસ્જી મોકલી શકે છે.

India-may-use-emergency-oil-stocks.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *