Gujarat

યુક્રેનમાં ફસાયેલ પીઠાઈ અને કઠલાલના વિદ્યાર્થીના પરિવારની મુલાકાત પ્રાંત અધિકારીએ લીધી

રીપોર્ટર.મકસુદ કારીગર

હાલ જ્યારે યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે અને ભારત ના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે.ત્યારે કઠલાલ અને પીઠાઈના વિદ્યાર્થીઓ પણ ફસાયા છે.કપડવંજ પ્રાંત અધિકારી ડી.વી.મકવાણાએ આજે પીઠાઈ અને કઠલાલના યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીના પરિવાર સાથે મુલાકાત કરી હતી.કઠલાલ ના દીપેન ધર્મની અને પીઠાઈ ના યશ.જે.પટેલ ના પરિવાર સાથે પ્રાંત અધિકારી મુલાકાત કરી તેમજ વિદ્યાર્થીઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવી અને તેમને ભારત લાવવા માટે પ્રયત્ન કરાશે તેમ આશ્વાસન આપ્યું હતું.

IMG-20220301-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *