Gujarat

અમરેલી, સાવરકુંડલા રોડ, હિરાનગરની પાછળ બાવળની કાટમા જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂ.૧૦,૧૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન

શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં જુગાર લગત ગેરકાયદેસર પ્રવુતી કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.છોવાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.
જે અંતર્ગત આજરોજ તા.૧૩/૦૬/૨૦૨૨ ના રોજ અમરેલી, સાવરકુંડલા રોડ, હિરાનગરની પાછળ બાવળની કાટમા અમુક ઇસમો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૧૦,૧૦૦ /- તથા ગંજીપત્તાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂા.૧૦,૧૦૦/- નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા તળે ગુન્હો રજી કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.
*ગુનામાં પકડાયેલ આરોપીની વિગત:*
(૧) ભુપતનાથ બાબુનાથ પરમાર ઉ.વ.૫૬ ધંધો.મજુરી રહે.અમરેલી, સાવરકુંડલા રોડ, હિરાનગર,તા.જી.અમરેલી
(૨) અનિલભાઇ ન્યાલભાઇ માંગરોળીયા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.વિજપડી, નવાગામ રોડ, જી.ઇ.બી.ની પાસે,તા.સાવરકુંડલા જી.અમરેલી
(૩) ભીખાભાઇ કાનાભાઇ ધાધલ ઉ.વ.૩૬ ધંધો.ડ્રાઇવીંગ રહે અમરેલી, સાવરકુંડલા રોડ, હિરાનગર,તા.જી.અમરેલી
આ કામગીરી શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.છોવાળા પો.સબ.ઇન્સ. તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220614-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *