Gujarat

સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક નબળા વર્ગની કન્યાઓને લગ્ન ખર્ચમાં મદદરૂપ થવા રૂ.૧૨૦૦૦ની ભેટ  

રાજ્ય સરકાર સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક નબળા વર્ગની દીકરીઓને ‘ખાલી હાથે’ સાસરે મોકલતી નથી.

    જૂનાગઢ જિલ્લામાં સામાજિક શૈક્ષણિક પછાત અને આર્થિક નબળા વર્ગની ૨૮૦૩ જેટલી કન્યાઓને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ના અંતિત રૂ.૩.૦૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

   સમાજના જરૂરિયાતમંદ લોકોને લગ્ન ખર્ચમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા કન્યાઓને એક મામેરા સ્વરૂપે  રૂ.૧૨૦૦૦ની સહાય આપવામાં આવે છે. આમ, રાજ્ય સરકાર આર્થિક સહાય આપી ગુજરાતની દીકરીઓનું વિશેષરૂપે મામેરૂ કરે છે. તેમ કહી શકાય.

    ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની ૭૬ કન્યાઓ તથા સમૂહ લગ્ન આયોજન કરનાર સંસ્થાઓને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ રૂ.૯.૭૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *