Gujarat

ઉના પંથકમાં ખનિજ માફિયા પર તંત્ર ત્રાટક્યું, રૂ. ૩૫ લાખનાં વાહન ખનિજ જપ્ત કર્યો…

ગીરસોમનાથ ખનિજ વિભાગને સાથે રાખીને નાયબ કલેકટરએ દરોડા પાડયા…

 

મોટા મઘરો સલામત દેડકાં દંડાયા !!

 

ઊના – ઉના, ગીરગઢડા તાલુકાના દરીયા કિનારે તેમજ નદી અને જંગલ વિસ્તારનાં સરકારી જમીન પેટાળમાં ડુંગર અને તળાવ સહિતના વિસ્તારોમાં કુદરતી સંપત્તિ માઈનિંગ પથ્થર તેમજ નદી દરીયા રેતી સહિતનું ખનિજ બે રોકટોક અને તંત્રનાં ભષ્ટ્રાચારનાં કારણે ગેરકાનૂની ઉઠાવી અને ટ્રેકટરો ટ્રક મારફતે અનલોડ ખનિજ માફિયા દ્વારા ખુલ્લેઆમ હેરાફેરી કરીને કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી છડે ચોક થતી હોય ખનિજ માફિયા અધિકારી અને ખનિજ વિભાગનાં હપ્તા પદ્ધતિ ઓએ આ તાલુકામાં ભરડો લીધો છે. અને બેફામ રીતે ચોરીની જ્યારે ફરીયાદો ઉઠવા લાગે છે. ત્યારે વહિવટીતંત્ર દ્વારા નાનાં દેડકાનાં વાહનો પકડીને મોટી કિંમત વાહનોની બતાવી રોયલ્ટી ચોરી પકડી હોવાના કેસ દાખલ કરાયા છે. પરંતુ મોટા માથાઓ દ્વારા બે રોકટોક ખનિજ ઉઠાવીને નામાંકિત કંપનીમાં તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીને વેચી કરોડો રૂપિયા કમાવી સરકારને ચૂનો લગાડી રહ્યાં છે. આવાં ખનિજ માફિયા સામે તંત્ર ક્યારે ત્રાટકશે તેવો પ્રજામાં અવાજ ઉઠી રહ્યો છે…

ઉના નાયબ કલેકટરનાં અધિકારીઓ સાથે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ઉના તાલુકાના નવાબંદર દરીયાઈ સીમામાં ઘુસી રેતી અનલોડ ટ્રેકટર ભરીને રોયલ્ટી પાસ પરમીટ વગર ભરાતાં હોય તેને ઝડપી પાડવામાં આવેલ છે. આ ઉપરાંત નાંદરખ, નેસડા નજીક રાવલ નદી કાંઠાના વિસ્તારો માંથી રેતી અનલોડ ખનિજ ભરી પ્રસાર થતાં ટ્રેકટરને પકડી પાડવા તંત્ર સફળ થયું છે. ગીરગઢડા તાલુકાના જરગલી ગામ નજીક પથ્થર ભરેલ અનલોડ ટ્રેકટરને ઝડપી લઈ અંદાજીત રૂ. ૩૫ લાખનાં વાહન ખનિજનો મોટો જથ્થો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરીને આ ખનિજ ક્યાં માફિયાઓની દેખરેખ હેઠળ હેરાફેરી કરીને ક્યાં ખાલી કરવાનું હતું. અને રોયલ્ટી તેમજ ખનિજ કાઢવા હેરાફેરી કરવાની લીજ મંજૂરી લેવાયેલ છે ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં ચાર ટ્રેકટરોને જપ્તે કરીને નાયબ કલેકટર અને ખનિજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અંત્રે ઉલ્લેખનીય છે કે ઊના તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારોમાં પ્રસાર થતી મચ્છુન્દ્રી નદી, રાવલ નદી કાંઠાના વિસ્તારોમાં બેફામ રેતી ચોરી થઇ રહી છે. નવાબંદર ખાણ ધારણ રજપુત રાજપરા, સીમર, સૈયદ રાજપરા, દરીયાઇ સીમામાં દરીયાઇ રેતી નદી રેતી ઉઠાવવામાં આવે છે. તેમજ સરકારી ખરાબાની જમીનમાં રહેલાં વાઈટ સ્ટોન, બ્લેક સ્ટોન, અને મોરમ માટીનું ખનિજ જંગલ બોર્ડર વિસ્તારનાં ખરાબા ગૌચર માંથી અનલોડ ખનિજ ટ્રેકટરો ટ્રક અને ડમ્પરો મારફતે ખુલ્લે આમ શહેરી વિસ્તારો માંથી પસાર થતાં હોય અને આવા ભાર વાહનોનાં કારણે લોકોનાં અકસ્માત સર્જાતાં જીવ ગુમાવી રહ્યા છે. અને જાહેર રસ્તા પણ અનલિમિટેડ વજનના ભારે નુકશાન પહોંચાડેલ છે. આ બાબતે ખનિજ વિભાગ દ્વારા અને કલેકટર મામલતદાર, પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ખનિજ ઉઠાવતા માફિયાઓ સામે કડક રીતે કોઈ પણ રાજકિય નેતાઓની લાજ કાઢ્યા વગર શેહશરમ અને ભ્રષ્ટ નિતીથી દૂર રહી ઉના ગીરગઢડા તાલુકાના વિસ્તારોની કુદરતી સંપત્તિ માઈનિંગને બચાવી પર્યાવરણ અને વન્ય પ્રાણીઓ સલામત સ્થળે રહે તે હેતુથી આગળ આવી સરકારી સર્વે નંબર માંથી ઊઠાવી લેવાતું ગેરકાનૂની ખનિજને અટકાવીને કરોડો રૂપિયાની સરકારની રોયલ્ટી ચોરી કરીને બોગસ ખોટાં રોયલ્ટી પાસ પકડીને આવા ખનિજ માફિયા પર તંત્ર તુટી સરકારની આવક લૂંટનારા માફિયા સામે કયારે આંખ દેખાશે તેવી માગણી ઉઠવા પામેલ છે…..

 

ઉના-પંથકમાં-ખનિજ-માફિયા-પર-તંત્ર-ત્રાટક્યું-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *