Gujarat

અમરેલીમાં ગૌવંશનું કતલ કરનાર તેમજ પશુઓ સાથે ક્રૂરતા આચરનાર ઈસમને કરાયો જેલ હવાલે

અમરેલી
અમરેલી સ્થિત કસ્બા ખાતે રહેતા સાજીદ ઉર્ફે હાજી અલીભાઈ તરકવાડીયા નામના ઈસમ સામે પાસા વોરંટ ઈસ્યુ કરી તેને પાલનપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગૌવંશનું કતલ કરવું, ગૌમાસનું વેચાણ કરવું, પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને મોકલવા તેમજ માથાભારે વર્તન કરનાર ઈસમની સામે પાસા તળે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઈસમ સામે બાબરા, અમરેલી, સાવરકુંડલા એમ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા તાજેતરના કેસો થયા હતા. તે ઉપરાંત ભૂતકાળમાં પણ તેના સામે કેસ નોંધાયા હતા. ઈસમ વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરતો હોય તેની સામે કડક કાર્યવાહી માટે તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ થી પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો હતો. આથી, આરોપી ઈસમને તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ પોલીસ દ્વારા વોરંટ બજવણી કરી તેને પાલનપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *