નેપાલ ખાતે ઈન્ટરનેશનલ ભાલા ફેક રમાઈ હતી જેમાં 6 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં ઇન્ડિયામાંથી છોટાઉદેપુર તાલુકાના વનાર ગામનો ભરત રાઠવાએ ભાગ લીધો હતો જેમાં તેઓ ગોલ્ડ મેડાલિસ્ટ થયો હતો અને આદિવાસી સમાજનું તેમજ દેશનું નામ રોશન કર્યું છે સાથે તેઓ અગાઉ પણ હિંમતનગર ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ થતા રાજકોટ મોરબી ખાતે સિલ્વર મેડલ મેળવ્યો હતો, અને નેપાલ ખાતે રમાયેલી ભાલા ફેંકમાં ભરત રાઠવા ગોલ્ડ મેડાલિસ્ટ થયો હતો આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે સાથે આજે છોટાઉદેપુર ખાતે આવતા રેલવે સ્ટેશન ખાતે આવી પોંહચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં રાજકીય અગ્રણીઓ આદિવાસી સમાજના આગેવાનો તેમજ વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહી સ્વાગત કરાયું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


