Gujarat

અરે ઓ પુષ્પા યે રાવણ કો જલાને પર ભી  બાર બાર ક્યોં જિંદા હો જાતા હૈં રે??  શું આ વિજ્યાદશમી પર્વ પર સત્ય અસત્યને પરાસ્ત કરી શકશે? મનને મુંજવતો અકળ સવાલ?

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હા, આજે વિજ્યાદશમી પર્વ. આમ ગણો તો આજના દિવસે જ ભગવાન શ્રી રામે બરોબર બપોરે અપરાહન કાળમાં વિજય મુહુર્તમાં લંકાની અંદર જ લંકાના રણમેદાનમાં રાવણનો વધ કર્યો. અને અસત્ય પર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજય તેમજ આંનદ અને ઉત્સવનો માહોલ સર્જાયો હતો. બસ ત્યારથી દર વર્ષે રાવણનો વધ કરવામાં આવે છે. જો કે રાવણ હજુ માર્યો છે કે કેમ? એ મૂંઝવતો સવાલ છે. રાવણ તો મૃત્યુ પામ્યો પણ રાવણની આસુરી વૃત્તિ હજુ પણ સંસારમાં ચારેતરફ જોવા મળે છે. એનો વિનાશ ક્યારે થશે? કદાચ એટલે જ પેલો ફેમસ સંવાદ અરે ઓ પુષ્પા!! રાવણ કો જલાને પર ભી બાર બાર ક્યોં જિંદા હો જાતા હૈં રે? અહીં લોકોના મનમાં પણ અવશ્ય ઊઠતો હશે.  જ્ઞાતિવાદ, કોમવાદ, જાતિવાદ, પ્રાદેશિકવાદ ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, ભેળસેળ, ગેરવહીવટ, પ્રદુષણ, જેવા અનેક અનિષટોનો ખાતમો ક્યારે થશે એ ઇન્તેજારમાં લોકો કદાચ આ રાવણનો વધ કરતાં હશે..!! ઠીક છે, હવે ચિંતા છોડો અને પ્રેમથી જલેબી, સાંટા, મોહનથાળ, કાજીકતરી, બદામપાક, સેવ, ગુંદી, ગાંઠીયા પ્રેમથી આરોગો અને વિજયાદશમી અર્થાત્ દશેરાનો આનંદ ઉઠાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *