ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા ગીર વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવા માટે એક સિંહ યુગલ સ્થાનિક ફાર્મ હાઉસના સ્વિમિંગ પુલમાં પહોંચી ગયું હતું. જંગલમાં વિહાર કરતા સિંહ-સિંહણ અચાનક જ ખાનગી ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન તેમણે સ્વિમિંગ પુલમાંથી પાણી પીધું હતું. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા […]
Author: Admin Admin
રાત્રે 10થી સવારે 6 સુધી લાઉડસ્પીકર-ડીજે પર પ્રતિબંધ, 4 ઝોનમાં વિભાજન
ખેડા જિલ્લા વહીવટી તંત્રએ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લામાં વારંવાર મોટા અવાજે ડીજે વગાડવાની ફરિયાદો મળતી હતી. તંત્રએ જિલ્લાને ચાર વિભાગમાં વહેંચ્યો છે. આ વિભાગોમાં ઔધોગિક, વ્યાપારિક, રહેણાંક અને શાંતિ વિસ્તારનો સમાવેશ થાય છે. સવારના 6થી રાત્રીના 10 વાગ્યા સુધી નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં જ લાઉડસ્પીકર કે ડીજે વગાડી શકાશે. રાત્રીના […]
દેવર્ષિ નારદના આદર્શો અને વર્તમાન પત્રકારત્વ વિશે થઈ ચર્ચા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નડિયાદ જિલ્લા પ્રચાર વિભાગે નારદ જયંતિ નિમિત્તે સ્થાનિક પત્રકારો સાથે વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં નડિયાદના અગ્રણી પત્રકારો, સંઘના કાર્યકર્તાઓ અને સ્થાનિક સ્વયંસેવકોએ ભાગ લીધો. વિભાગ સહ કાર્યવાહ દિલીપ પંચાલે મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું. તેમણે દેવર્ષિ નારદજીના વિશ્વના પ્રથમ પત્રકાર તરીકેના યોગદાનની વાત કરી. વર્તમાન સમયના પત્રકારત્વની નૈતિકતા અને […]
સુરતનો 14 વર્ષીય પ્રિન્સ ગીતાના 18 અધ્યાયના શ્લોકો કડકડાટ બોલે છે
નડિયાદના વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં 90 વર્ષથી ચાલતા ગીતા જ્ઞાન પ્રચાર સત્રમાં એક વિશેષ વિદ્યાર્થીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. સુરતના 14 વર્ષીય પ્રિન્સ દિલીપભાઈ મંત્રી, જે જન્મથી જ દિવ્યાંગ છે, તે ગીતાના તમામ 18 અધ્યાયના શ્લોકો કડકડાટ બોલે છે. પ્રિન્સના હાડકા જન્મથી જ અત્યંત નાજુક છે અને તેને ખૂબ સંભાળની જરૂર પડે છે. આ મુશ્કેલી […]
વૃદ્ધના મિત્રને મદદ કરવા આવેલા શખ્સે કાર્ડ બદલી 1 લાખ ઉપાડ્યા
નડિયાદમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે ATM કાર્ડ બદલીને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મંજીપુરા રોડ પર રહેતા 63 વર્ષીય મુળજીભાઈ રોહિત 16 મે ના રોજ સરદારની પ્રતિમા પાસે હતા. તેમને પૈસાની જરૂર પડતા મિત્ર ઈશાકભાઈને ATM કાર્ડ આપી પૈસા ઉપાડવા મોકલ્યા હતા. ઈશાકભાઈ નજીકના BOB ATM સેન્ટર પર ગયા ત્યાં એક વ્યક્તિએ મદદ કરવાના બહાને […]
ગાંધીધામમાં કોમર્શિયલ ઓફિસમાંથી 7 વેપારીઓ ઝડપાયા, 9.13 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ શહેરના પોશ વિસ્તારમાં એલસીબીએ જુગારધામ પર દરોડો પાડ્યો છે. બેન્ડિંગ સર્કલ પાસે આવેલી સંજના અર્થ મુવર્સ નામની ઓફિસમાંથી 7 વેપારીઓને ગંજીપાના સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.ચુડાસમાની આગેવાનીમાં ટીમને બાતમી મળી હતી. વિનોદ ત્રીકમદાસ કલવાણી પોતાની ઓફિસમાં આર્થિક ફાયદા માટે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો. બાતમીના આધારે એલસીબીએ રેઇડ કરી […]
94 શાકભાજી વિક્રેતાઓને ઓપન-એર થિયેટરમાં સ્થળાંતરિત કરાયા
ભુજ શહેરમાં બસ સ્ટેશન માર્ગ પર વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા નગરપાલિકાએ મહત્વનું પગલું લીધું છે. શહેરના જનતાઘર, અનમ રિંગ રોડ અને બસ સ્ટેશન માર્ગ પર વહેલી સવારથી શાકભાજી વેચતા વેપારીઓ પૈકી 94 વિક્રેતાઓને ઓપન-એર થિયેટરમાં ખસેડવામાં આવ્યા છે. નગરપાલિકાએ તાજેતરમાં ભુજ શેરી ફેરિયા મંડળ સાથે યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજથી […]
45 ઘરના ગામમાં રસ્તા-પાણી નથી, આંદોલનની ચેતવણી
અબડાસા તાલુકાના સદિરાવાંઢ ગામમાં આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. માત્ર 45 ઘર ધરાવતા આ ગામમાં પાક્કો રસ્તો, વીજળી અને શુદ્ધ પીવાનું પાણી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ના હોવાની ફરિયાદ સામે આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની મહિલાઓને પાણી માટે કિલોમીટરો દૂર સુધી જવું પડે છે. જંગડીયા ડેમ મારફતે મળતા પાણીમાં નજીકની ખાનગી એકમની […]
જયશંકરે કહ્યું- પાકિસ્તાન આતંકવાદીઓને અમને સોંપી દે, કાશ્મીર પર ચર્ચા માટે ફક્ત એક જ મુદ્દો- PoK ખાલી કરો
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદનો કાયમી અંત ન લાવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. હોન્ડુરાસના દૂતાવાસના ઉદ્ઘાટન પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન પાસે આતંકવાદીઓની યાદી છે, તેણે આ આતંકવાદીઓને અમને સોંપવા પડશે. આ સાથે, તેણે આતંકવાદીઓના ઠેકાણાઓ બંધ કરવા પડશે. તેઓ […]
નડિયાદમાં શંકાસ્પદ કોલેરાના કેસ 100ને પાર દૂષિત પાણીનું મૂળ શોધવા તંત્રના હવાતિયા
નડિયાદ શહેરમાં ઉભી થયેલી કોલેરાના રોગચાળાની પરિસ્થિતિને લઈને તંત્ર કામગીરીના દાવા કરી રહ્યું છે, ત્યારે શાંતિ ફળિયુ અને અમદાવાદી દરવાજા વિસ્તાર અસરગ્રસ્ત થયો છે ત્યાંના રહીશો તંત્ર કોઈ ગંભીરતા દાખવી ન રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ક્લોરિનની દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું ન હોવાનું અને આરોગ્યની કોઈ જ સારવાર મળી રહી ન […]










