Gujarat

કોર્પોરેશને 2 બરફ ફેક્ટરી બંધ કરી 250 બરફના સ્લેબનો નાશ કર્યો, 9 યુનિટો સીલ

નડિયાદ શહેરમાં 4 જેટલા વિસ્તારોમાં ઝાડા-ઉલ્ટીના કેસો આવી રહ્યા હતા. હાલ સુધીમાં 100 જેટલા ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવ્યા છે. આ પૈકી એક કેસ કોલેરોના આવતા તંત્ર દ્વારા આ વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પાણીના લીકેજથી માંડીને ઘરે ઘરે પહોંચી‌ સર્વેની કામગીરી કોર્પોરેશનના આરોગ્ય તંત્ર વિભાગ કરી રહ્યું […]

Gujarat

36 તલાટી મંત્રીઓને એઇડ્સ કંટ્રોલ સોસાયટીના નિષ્ણાતો દ્વારા તાલીમ અપાઈ

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને તાલુકા પંચાયત મહુધા-ખેડાના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના 36 તલાટી મંત્રીઓ અને સ્ટાફ કર્મચારીઓએ ભાગ લીધો હતો. એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડેપ્યુટી ડાયરેક્ટર મનુભાઈ વાઘેલાએ એચ.આઇ.વી. અંગેની મૂળભૂત માહિતી આપી હતી. તેમણે એચ.આઇ.વી. અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી. વિવિધ સેવા કેન્દ્રો […]

Gujarat

પશ્ચિમ ઝોનમાં નવી કચેરી, બ્લડ ડોનેશન કેમ્પ અને ફરિયાદ નિવારણ સિસ્ટમનો પ્રારંભ

નડિયાદ નગરના 159મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત આજે શહેરમાં અનેક લોકોપયોગી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો. મહાનગરપાલિકા અને ડૉ. એન.ડી. દેસાઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું. ખેડા જિલ્લાના પદાધિકારીઓએ કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકી સહિત મનપાના સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓએ રક્તદાન કર્યું […]

Gujarat

પતિ, સાસુ અને કાકા સસરાના ત્રાસથી કંટાળી મહિલાએ પગલું ભર્યું, સમયસર સારવારથી બચાવ

કઠલાલના છીપડી ગામમાં એક 27 વર્ષીય પરિણીતાએ કૌટુંબિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. સમયસર સારવાર મળતા મહિલાનો જીવ બચી ગયો છે. મહિલાના લગ્ન વર્ષ 2023માં થયા હતા. શરૂઆતના એક મહિના સુધી બધું સામાન્ય હતું. ત્યારબાદ પતિ ઘરની નાની-નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો. સાસુ પણ પુત્રનું ઉપરાણું લઈ પુત્રવધूને હેરાન […]

Gujarat

ગળતેશ્વર નજીક ચેકપોસ્ટ પર જામનગરના ત્રણ શખ્સો પાસેથી બે દેશી પિસ્તોલ, કારતુસ મળ્યા

સેવાલીયા પોલીસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સોનીપુરા નજીક આવેલી નવી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે દાહોદ-ગોધરા તરફથી આવતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી બે દેશી પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા છે. કારમાંથી પકડાયેલા ત્રણેય આરોપીઓ જામનગરના રહેવાસી છે. તેમની ઓળખ અબ્દુલલતીફ ઓસામાણ સમા, હુશેન ગફાર ચગદા […]

Gujarat

100 મીટરનો ફેરો બચાવવા ડેપોમાંથી શોર્ટકટ

નડિયાદના બસ મથકમાં રાજ્ય અને આંતરરાજ્ય બસોની સતત અવરજવર હોય છે. જેને કારણે હજારોની સંખ્યામાં રોજ મુસાફરો બસ મથકમાં આવતાં – જતાં હોય છે. ત્યારે બસ મથકમાં મુસાફરોની સુરક્ષાની બાબતને ધ્યાનમાં લઇને બસ સ્ટેન્ડમાંથી ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવી હતી. જોકે, તેમછતાં નડિયાદના બસ મથકમાંથી રોજના 1 હજારથી વધુ વાહનોની બેરોકટોક અવરજવર જોવા […]

Gujarat

નડિયાદમાં સિટી બસ કોમ્પલેક્ષની જગામાં દબાણો અટકાવવા ફેન્સિંગ

નડિયાદની તત્કાલિન પાલિકા દ્વારા સીટી બસનું સ્ટેન્ડ અને કમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવા માટે રેલ્વે સ્ટેશનની સામે આવેલી સબ જેલથી લઇને ટાઉન હોલ સુધીના પટ્ટા પર જેટલું પણ બાંધકામ હતું તે સંપૂર્ણત: તોડી પાડવામાં આવ્યું હતું. બાદમાં આ જગ્યાએ ખાનગી વાહનોનું પાર્કિંગ, દબાણ અને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં અંતે મનપા દ્વારા હાલમાં ફેન્સીંગ મારીને આ આખા વિસ્તારને […]

Gujarat

ડિયાદ સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં બપોરે સૂમસામ ભાસતા રસ્તા, લોકો ઘરમાં પુરાયા

માવઠા બાદ ખેડા જિલ્લામાં ઉનાળાએ ફરી માથું ઊંચક્યું છે. નડિયાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની આગાહી છે. નડિયાદ શહેરના સ્ટેશન રોડ, સંતરામ રોડ અને પીજ રોડ જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર ઘટી ગઈ છે. મહુધા, વસો, ખેડા, માતર, કપડવંજ, કઠલાલ, ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં પણ ગરમીની […]

Gujarat

એકાઉન્ટન્ટે માલિકની જાણ બહાર 21.10 લાખની ઉચાપત કરી, ખોટી એન્ટ્રી કરી નાણાં ટ્રાન્સફર કર્યા

નડિયાદમાં પ્રખ્યાત ચવાણા-ફરસાણના પેઢીના માલિકને ત્યાં એકાઉન્ટનુ કામ કરતા ઈસમે લાખો રૂપિયાનો ચુનો લાગવ્યો છે. માલિકની જાણ બહાર જુદાજુદા તારીખો અને સમય દરમિયાન પેઢીના એકાઉન્ટમાંથી રૂપિયા 21.10 લાખની નાણાંકીય ઉચાપત આચરી હતી. ખોટી ખોટી એન્ટ્રીઓ કરી મલિકના મોબાઇલ ફોનમાથી ઓટીપી મેળવીને તમામ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. માલિકે ઓડિટ કરાવતા સમગ્ર બાબત ધ્યાને આવી […]

Gujarat

PBSC સેન્ટરની મદદથી પરિવારમાં સુલેહ, પિતા-પુત્ર વચ્ચે લગ્નના ખર્ચની સમજૂતી થઈ

મહેસાણા પંથકમાં એક યુવકના બીજા લગ્ન બાદ પારિવારિક કલેશની સ્થિતિ સર્જાઈ હતી. લગ્નના બે વર્ષ બાદ યુવકના માતા-પિતાએ લગ્નનો ખર્ચ અને પુત્રવધू પાસે દહેજની માંગણી શરૂ કરી હતી. આર્થિક સંકળામણ વચ્ચે પરિવારમાં કલેશ વધતો ગયો હતો. માતા-પિતા વારંવાર પૈસા અને દહેજની માંગણી કરતા હતા. માંગણી પૂરી ન થતાં તેમણે પુત્ર અને પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂક્યા […]