આણંદ તાલુકાના વલાસણના 23 વર્ષીય પૃથ્વી મહેશભાઇ ચૌહાણની વિદ્યાનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ આઠ મહિના પહેલા એક સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી હતી. વિદ્યાનગર પોલીસે આ કેસમાં બી.એન.એસ એક્ટની કલમ 137(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીને શોધવા માટે અનેક માધ્યમોનો ઉપયોગ કર્યો. આમાં અંગત બાતમીદારો, ટેકનીકલ સોર્સ, આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ, મોબાઇલ નંબર […]
Author: Admin Admin
અંધારામાં પાર્કિંગ લાઇટ વગર રોડ પર પાર્ક કરાયેલા ડમ્ફર પાછળ બાઇક અથડાયું, એક યુવકનું મોત
વાસદ-સારસા રોડ પર સહકાર હોટલ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. બોરસદ તાલુકાના દહેમી ગામના 30 વર્ષીય અજય ઉર્ફે મુન્નો રાઠોડનું મોત નિપજ્યું છે. અજય તેના બે મિત્રો ભાર્ગવ રોહીત અને સંજય સાથે શિહોરા ખાતે લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો. તેઓ બાઇક નંબર GJ23EE1922 પર સવાર હતા. સહકાર હોટલ નજીક રોડ પર પાર્કિંગ […]
આણંદમાં કમોસમી વરસાદ-વાવાઝોડાથી થયેલ નુકસાનીનો સર્વે શરૂ, 33% નુકસાન પર મળશે સહાય
આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતી પાકમાં થયેલા નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતીના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં દરેક ગામના ગ્રામ સેવકો પોતાના વિસ્તારમાં […]
રાજ્યમાં 20થી 31મી મે દરમિયાન પવન સાથે બે માવઠાની સંભાવના
સમગ્ર ગુજરાતમાં મે માસના પ્રથમ સપ્તાહમાં વરસાદી માહોલ રહેતા ભર ઉનાળે ઠંડક જોવા મળી હતી. જો કે પાંચ વર્ષ બાદ ચાલુ વર્ષે મે માસમાં ગરમીના દિવસો માત્ર 8 રહેવાની સંભાવના છે. હાલમાં અરબી સમુદ્ર અને અરબ સાગરમાં પ્રિ મોનસુન એકટીવીટી 10 દિવસ પહેલી શરૂ થઇ જતાં તેની અસર વાતાવરણ જોવા મળી રહી છે. જેના કારણે […]
પતિના ત્રાસે સાસરુ છોડ્યુ તો પિયર આવી ઝઘડો કરવાની ધમકી આપતા ફાંસો ખાધો
ખંભાતના કલમસર ગામે પરણાવેલી ખંભાતની યુવતીને પતિએ ઘરની રસોઈ બાબતે, દહેજ બાબતે ત્રાસ આપી પરિવારજનોની હાજરીમાં પરિણીતાને અપશબ્દો બોલતા તેમજ પિયરમાં આવી પતિએ ઝઘડો કરવાનુ કહેતા પિયરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાના બનાવમાં ખંભાત પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ખંભાતમાં રહેતાં 52 વર્ષીય સબીનાબાનુ મોબીનમીયા સૈયદની દીકરી માહેરાબાનુના લગ્ન ખંભાત તાલુકાના કલમસર ગામે […]
ઇન્સ્ટાગ્રામ પર ભ્રામક માહિતી ફેલાવનાર આણંદના 21 વર્ષીય યુવકની ધરપકડ, સૈન્યના ‘ઓપરેશન સિંદુર’ વિરુદ્ધ પોસ્ટ કરી હતી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીય નાગરિકોના મોત બાદ ભારત સરકારે ઓપરેશન સિંદુર શરૂ કર્યું હતું. આ દરમિયાન આણંદ સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા પર નજર રાખી હતી. પોલીસને ઇન્સ્ટાગ્રામ પર @niharsama4141 આઈડી પરથી વાંધાજનક પોસ્ટ મળી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે IPC કલમ 353(1)(b) અને 197(1)(d) હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસમાં […]
પહેલગામ હુમલાના મૃતકો અને સૈનિકોની સુરક્ષા માટે માતાજીને ધજા અર્પણ
કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. ભારતીય સેના આતંકવાદીઓને નાબૂદ કરવા ઓપરેશન હાથ ધરી રહી છે. હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ છે. ભારતીય સેનાએ દુશ્મન દેશના ઈરાદાઓને નિષ્ફળ બનાવવા ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. દેશની તમામ વિપક્ષી પાર્ટીઓએ સરકારને સમર્થન આપ્યું […]
યુદ્ધ એ ઉકેલ નથી, પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે અેને સબક શીખવાડવું જરૂરી
વાવ-સુઈગામના લોકોમાં યુદ્ધવિરામ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. એક તરફ લોકો પાકિસ્તાન સામે સખત પગલાંની માગણી કરે છે, તો બીજી તરફ કેટલાક યુદ્ધ ટાળીને શાંતિપૂર્ણ ઉકેલને વધુ યોગ્ય માનતા નજરે પડ્યા હતા. પાકિસ્તાનના કાશ્મીરી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘુસીને આતંકવાદીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. તેના પગલે પાકિસ્તાને ભારતની વિવિધ સરહદો પર ગોળીબાર […]
પાલનપુરમાં આકેસણ ફાટક નજીક દેવ રેસીડેન્સીમાં વરસાદી પાણીનો ભરાવો
પાલનપુર આકેસણ ફાટક નજીક દેવ રેસીડેન્સીમાં વરસાદી પાણીનો ભરાવો થઇ જતાં રહિશો હાલાકીમાં મુકાઇ રહ્યા છે. તેમણે જિલ્લા કલેકટરને રજૂઆત કરી પ્રશ્નનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. પાલનપુર આકેસણ ફાટક નજીક આવેલી દેવ રેસીડન્સીના રહિશોએ જીલ્લા કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું હતુ કે, સોસાયટીમાં 104 મકાનો બનાવવામાં આવ્યા છે. સોસાયટીનું પાણી બાજુની જમીનમાં જતુ હતુ. જોકે, […]
ખેડૂતના માથામાં,જમણા કાન,ગળા અને છાતી પર તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા
ડીસા તાલુકાના જાવલ ગામે ખેતરમાં સુઈ રહેલા ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ છે. ખેડૂત રાત્રે સાડા નવ વાગ્યે પોતાના ખેતરમાં સુવા ગયા હતા. સવારે મૃતદેહ મળ્યો હતો. માથામાં, જમણા કાન, ગળા અને છાતી પર ઘા મારવામાં આવ્યા હતા. હત્યામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો. ડીસા તાલુકાના જાવલ ગામનાં ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ પટેલ શુક્રવારની રાત્રે સાડા […]










