Gujarat

જામનગરમાં 324 કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયું

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ગ્રેઇન માર્કેટમાં ખાંડ બજાર પાછળ આવેલા ગોડાઉનમાંથી 324 કિલો શંકાસ્પદ ઘી સીઝ કર્યું. ઘી અને અન્ય સામગ્રીની કુલ કિંમતની વિગતો મુજબ, ઘીનો જથ્થો રૂ. 1,13,400નો હતો. ફૂડ શાખાની ટીમે ‘કાશ ટ્રેડર્સ’ના ગોડાઉનમાં તપાસ કરી હતી. તેના સંચાલક મહમૂદહુશેન અબ્દુલરઝાક કાશ છે. તપાસ દરમિયાન ઘીમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું. ટીમે […]

Gujarat

અફવા ફેલાવનારને માફી માંગતો વીડિયો પોસ્ટ કરવા સૂચના

જામનગર શહેરના જનતા ફાટક નજીક આવેલ શક્તિનગર વિસ્તારમાં એક કોલેજિયન યુવતી પાછળ અજાણી મહિલા ચાલતી આવીને અપહરણનો પ્રયાસ કરતી હોવાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ઘર તરફ જતી કોલેજિયન યુવતીને અજાણી મહિલાએ કહ્યું હતું કે, મને રંગોળીમાં ઈંગ્લિશમાં કશુંક લખવું છે, તું મારી સાથે ઘરે ચાલ. યુવતીએ પ્રથમ તો વિશ્વાસ રાખી થોડે દૂર […]

Gujarat

શંકાસ્પદ ન મળતાં તંત્રએ હાશકારો અનુભવ્યો

રાજ્યભરની જેલો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ ડીજીપી કચેરીના મેઈલ આઈડી પર મળતા જ સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ પોલીસ તંત્ર દોડતું થયું છે. રાજ્યના પોલીસવડાની સૂચના મળતા જ જામનગર પોલીસ દ્વારા ચાંપતા પગલાં ભરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર સિટી બી ડિવિઝન, એસઓજી, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને […]

Gujarat

વૃદ્ધાના પતિ-પુત્રના મોત બાદ પુત્રવધૂએ ઘરમાંથી કાઢી મૂક્યા, 181 અભયમ ટીમ સંજીવની બની

જામનગરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનની સરાહનીય અને સંવેદનશીલ કામગીરી સામે આવી છે. શહેરની એક ચોકડી પાસે છેલ્લા ત્રણ દિવસથી અત્યંત અસહાય અને નિરાધાર હાલતમાં ભટકતાં એક વૃદ્ધ માજીને 181ની ટીમે સમયસર મદદ પહોંચાડીને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો છે. એક જાગૃત નાગરિકે 181 પર કોલ કરીને માહિતી આપતા કાઉન્સેલર ઈશિતા પરમાર, ASI તારાબેન […]

Gujarat

જામનગરના મહેન્દ્રસિંહ વાઢેરની ધરપકડ; કાર સહિત રૂ.5.05 લાખનો મુદ્દામાલ કબજે

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસે ઝાંખર ગામમાં પુલના કામ પાસે વિદેશી દારૂ ભરેલી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર ઝડપી હતી. કારમાંથી દારૂની 216 બોટલ મળી હતી. પોલીસે કાર અને દારૂ સહિત રૂ.5,05,816નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની બોટલોની કિંમત રૂ.1,05,816 અને સ્વિફ્ટ કારની કિંમત રૂ.4 લાખ છે. આ કેસમાં જામનગરના કૃષ્ણનગર, શેરી નંબર 5માં રહેતા 21 […]

Gujarat

જામનગર એસીબીએ સતર્કતા સપ્તાહમાં જાગૃતિ કાર્યક્રમો યોજ્યા

ગુજરાત રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB), અમદાવાદના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પોલીસ સ્ટેશને ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026’માં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો અને પ્રામાણિકતા કેળવવા પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જામનગરની એરફોર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. ન્યુ સ્કૂલ […]

Gujarat

કર્મચારી પર હુમલા બાદ જામનગર મનપાએ દબાણ હટાવ્યા

જામનગરમાં મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના કર્મચારી પર થયેલા હુમલાના બનાવના બીજા જ દિવસે મનપા દ્વારા દબાણ હટાવવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ અને બર્ધન ચોકથી માંડવી ટાવર સુધીના મુખ્ય વિસ્તારોમાં આ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની આ આક્રમક ઝુંબેશના કારણે રસ્તા પર ગેરકાયદે દબાણ કરતા વેપારીઓમાં ભારે દોડધામ […]

Gujarat

 શ્રી મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણા (DLSS)નો વોલીબોલ રમતમાં રાજ્યકક્ષાએ દબદબો!

 અંડર-14 વોલીબોલમાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની ઐતિહાસિક સિદ્ધિ! સતત છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યકક્ષાએ ચેમ્પિયન રહેલી ગાંધીનગરની ટીમને ફાઇનલ મેચમાં હરાવી શ્રી મયુર શૈક્ષણિક સંકુલ, નંદાણા (DLSS)ના ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ભવ્ય સફળતા બદલ ટીમના કોચ રવિનાબેન પરમાર અને સિદ્ધરાજસિંહ વાળા, તમામ ખેલાડીઓ તથા માર્ગદર્શકોને શાળા પરિવાર,, ટ્રસ્ટીશ્રી મુળુભાઈ […]

Gujarat

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે

હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. 9 નવેમ્બર સુધી વરસાદની કોઈ સંભાવના નથી હવામાન વિભાગના ડાયરેક્ટર […]

Gujarat

આગોતરા જામીન સાથે હાજર થયેલા આરોપીનો પોલીસ સ્ટેશનમાં જ હોબાળો

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં આગોતરા જામીન સાથે હાજર થવા આવેલા આરોપીએ ઓળખના પુરાવા આપવાની ના પાડીને ભારે હોબાળો કર્યો હતો. પોલીસ સામે જ આરોપીએ ઉશ્કેરાઈને પોતાના જ કપડાં ફાડી નાખ્યા હતા અને મીડિયાને બોલાવવાની ધમકી આપી જોરજોરથી બૂમાબૂમ કરી હતી.આ મામલે પોલીસની કામગીરીમાં રુકાવટ નાખવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપી વિરુદ્ધ નવો ગુનો […]