National

ત્યાંના IP એડ્રેસથી અનેકવાર હુમલા થયા; 3 કલાકથી વધારે ડાઉન રહ્યું મીડિયા પ્લેટફોર્મ

ઈલોન મસ્કે આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) ડાઉન થયા પાછળ યુક્રેનનો હાથ છે. ફોક્સ ન્યૂઝ પર લેરી કુડલો સાથેની વાતચીતમાં, તેમણે કહ્યું – અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ X સિસ્ટમનો નાશ કરવા માટે યુક્રેન એરિયાથી ઓરિજનેટ IP એડ્રેસથી મોટા પાયે સાયબર હુમલો થયો હતો. ઈલોન […]

Sports

કહ્યું- અધિકારી દુબઈમાં હતા, પણ બોલાવ્યા નહીં; ICC, BCCI, ન્યૂઝીલેન્ડના ઑફિશિયલ્સ હાજર હતા

રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી એવોર્ડ સમારોહમાં પાકિસ્તાનનો એક પણ પ્રતિનિધિ હાજર ન રહેવા બદલ ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે તે તેની સમજની બહાર છે કે PCB એ સ્ટેજ પર એક પણ પ્રતિનિધિ કેમ ન મોકલ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને […]

Sports

મિચેલ સેન્ટનરને કેપ્ટન બનાવ્યો; કોહલી સહિત ભારતના 5 ખેલાડીઓનો સમાવેશ

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શ્રેષ્ઠ ટીમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ કર્યો નથી. ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરને કેપ્ટન બનાવવામાં આવ્યો, તેની ટીમના 4 ખેલાડીઓને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું. ભારત તરફથી વિરાટ કોહલી સહિત 5 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે અક્ષર પટેલને 12મો ખેલાડી બનાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના 2 ખેલાડીઓને પણ સ્થાન મળ્યું. યજમાન પાકિસ્તાન સહિત […]

Gujarat

દબાણ શાખા પહોંચે તે પૂર્વે રોડ પર મૂકેલાં વાહનોને ગેરેજ સંચાલકોએ સંતાડી દીધાં

આરાધના ટોકીઝથી બહુચરાજી ત્રણ રસ્તા સુધી દબાણ શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. દબાણ શાખા પહોંચે તે પહેલાં જ ગેરેજ સંચાલકોએ રોડ પર દબાણ રૂપ વાહનો હટાવીને સંતાડી દીધાં હતાં. દબાણ શાખાની ટીમે માત્ર એક ટ્રક ભરીને નાનો-મોટો સામાન જપ્ત કર્યો હતો.આરાધના ટોકીઝથી બહુચરાજી ત્રણ રસ્તા તરફના રોડ પર વર્ષોથી ગેરેજના સંચાલકો દ્વારા રોડ પર […]

Gujarat

શ્રી કષ્ટભંજનદેવને સેવંતીના ફૂલોનો શણગાર

સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંગળવાર, 11 માર્ચ 2025ના રોજ દાદાને કલરફૂલ વાઘા અને સેવંતીના મિશ્રિત ફૂલોથી સજાવવામાં આવ્યા. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી. […]

Gujarat

બાવળામાં લોખંડના સળિયા વગર જ આરસીસી રોડ બનાવી દેવાયો

શહેરમાં બાવળા – ધોળકા માર્ગ નવો બની રહ્યો છે. જ્યાં વરસાદી પાણીનો મારો વધારે હોય તે ભાગમાં સિમેન્ટ – કોંક્રીટનો રોડ બનાવવામાં આવે છે, બાકીના ભાગમાં ડામર રોડ બનાવવામાં આવે છે. બાવળા પોલીસ સ્ટેશન સામે આરસીસી રોડ બનાવવાનો હતો ત્યાં કોન્ટ્ર્ક્ટરે લોખંડના સળિયા નાખ્યા વગર જ બારોબાર સિમેન્ટ – રેતી મિક્સ કરી નાખી દેતા હોબાળો […]

Gujarat

45.5 ડિગ્રી સાથે દાહોદ સૌથી ગરમ 17 શહેરમાં પારો 39 ડિગ્રીને પાર થયો

રાજ્યમાં અન્ટિ-સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી ઉત્તર-પૂર્વથી પૂર્વના ગરમ સુકા પવનો શરૂ થયા છે, જેને કારણે સોમવારે સમગ્ર રાજ્યમાં હિટવેવનું મોજું ફરી વળતાં અમદાવાદ સહિત 16 શહેરોમાં ગરમીનો પારો 39.0 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે દહોદમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. 42.0 ડિગ્રી સાથે ભુજમાં બીજા નંબરે રહ્યું. તેમજ આગામી 3 દિવસ […]

Gujarat

10 ચોરસ કિલોમીટરમાં એક ફાયર સ્ટેશનની જોગવાઈ સામે સરેરાશ 29 ચોરસ કિલોમીટરે એક છે, 29ની ઘટ

અમદાવાદમાં પૂરતી સંખ્યામાં ફાયર સ્ટેશનો અને ફાયરના જવાનો નથી. સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ (એસએફએસી)ના નિયમ મુજબ, શહેરમાં 10 ચોરસ કિલોમીટરમાં 1 ફાયર સ્ટેશન હોવું જોઈએ. પરંતુ અત્યારે સરેરાશ 28.71 ચોરસ કિલોમીટરમાં એક જ ફાયર સ્ટેશન છે. ફાયર વિભાગમાં 236 જગ્યા ખાલી છે. 9 વર્ષમાં 18,684 આગના બનાવમાં 703.08 કરોડનું નુકસાન થયું છે. 1887માં અમદાવાદનો વિસ્તાર […]

Gujarat

હું મારા છોકરાને લઇ તેની પાછળ દોડતી હતી ત્યારે મારા છોકરાને પણ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો…!

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે આથમણા ફળિયામાં રહેતાં અને ઘરકામ કરતાં જ્યોતિબેન રાજુભાઇ તડવી પોતાના બે સંતાનો સાથે રહે છે. ઘરકામ કરીને ગુજરાન ચલાવતાં પરિવારની માસુમ દિકરીને ગામનો જ તાંત્રિક લાલાભાઇ તડવી ઉઠાવીને બલી ચઢાવી દીધી હતી. જે અંગે જ્યોતિબેન તડવીએ પોલીસ મથકે નોંધાવેલી એફઆઇઆર અક્ષરસ: પ્રસ્તુત કરી છે. બાળકી ગુમાવનાર માતાએ પોલીસ સમક્ષ […]

Gujarat

ટાઉનહોલ સર્કલમાં જર્જરિત ઇમારતમાંથી પોપડા પડ્યા

જામનગરમાં ટાઉનહોલ સર્કલમાં આવેલી જર્જરિત ઇમારતની છત અને રવેશના પોપડા પડ્યા હતાં. નીચે આવેલી દુકાનો બંધ હોવાથી જાનહાની ટળી હતી. જામનગરમાં ટાઉનહોલની ગોલાઇમાં વિભાજી સ્કૂલ જતા માર્ગે જુની ઇમારતની છત અને રવેશ જર્જરિત થયા છે. આ છત અને રવેશમાંથી પોપડા પડ્યા હતાં. જો કે, આ દરમ્યાન ઇમારતના નીચેના ભાગે આવેલી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાની […]