જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષની બાળકીએ મોબાઈલ ન મળતા આત્મહત્યા કરી લીધી હતી. મૃતક બાળકીની મૂળ મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના ગુમાનપુરાની રહેવાસી હતી. તે દરેડ GIDCમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા મધુવન મેટલ કારખાનામાં પરિવાર સાથે રહેતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બાળકીએ તેની મોટી […]
Author: JKJGS
સરકારી આંખની હોસ્પિટલ ખાતે ૧૫ માર્ચ સુધી યોજાઇ રહ્યા છે વિનામૂલ્યે ખાસ કેમ્પ
૪૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોએ ઝામરની તપાસ કરાવવી જરૂરી: ડૉ.હરેશ ગઢીયા સમયસર નિદાન અને સારવાર દ્વારા ઝામરને અટકાવી શકાય છે – ડૉ. રાધિકા ગુપ્તા જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ અને પી.ડી.યુ. મેડિકલ કોલેજ, રાજકોટ દ્વારા ૧૫ માર્ચ સુધી ‘‘વિશ્વ ઝામર દિવસ’’ની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત “યુનિટી ફોર ગ્લુકોમા ફ્રી વર્લ્ડ” થીમ સાથે લોકોમાં ઝામર […]
શેરી નાટક અને કઠપૂતળી પ્રદર્શન દ્વારા ધોરાજીવાસીઓને કરાયા સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત
“સ્વચ્છ ભારત,નિર્મળ ભારત”ની નેમ સાથે સમગ્ર રાષ્ટ્રમાં શહેરો તેમજ તમામ ગ્રામ વિસ્તારોને સ્વચ્છતા તરફ પ્રોત્સાહિત કરવા માટે વિશિષ્ટ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત તમામ વિસ્તારોના સર્વેક્ષણ કરી સ્વચ્છતા અભિયાન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ”ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં “સ્વચ્છ ભારત મિશન અર્બન”ની કચેરી દ્વારા સ્વચ્છતા બાબતે લોકોમાં […]
આર.ટી.ઓ., ટ્રાફિક પોલીસ તથા હોમગાર્ડ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓની સલામતી માટે રેડિયમ રિફ્લેકટર કેમ્પનું આયોજન
કેમ્પના માધ્યમથી 4 દિવસમાં 50 હજારથી વધુ યાત્રાળુઓને રેડિયમ રીફલેક્ટર લગાવાયા આર.ટી.ઓ.કચેરી જામનગર, જિલ્લા ટ્રાફિક પોલીસ તથા જિલ્લા હોમગાર્ડ દ્વારા ફુલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓની સલામતી માટે નાઘેડી ગામના પાટીયા પાસે રેડિયમ રિફ્લેકટર લગાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગત ચાર દિવસમાં અંદાજીત 50 હજારથી વધુ યાત્રાળુઓને રેડિયમ રીફલેક્ટર લગાવવામાં આવ્યા છે.આ માટે […]
રાજ્ય કક્ષાનાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સુરતનાં ધરતીપુત્રો રાષ્ટ્રીય કક્ષા માટે નોમિનેટ થયા
ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઇસ્કૂલનાં બાળ વૈજ્ઞાનિકો અને તેમનાં માર્ગદર્શક શિક્ષક દેવેશ પટેલની અભૂતપૂર્વ સિદ્ધિ શ્રીમદ રાજચંદ્ર ગુરુકુળ કરંજવેરી, ધરમપુર ખાતે ગુજરાત રાજ્યનું ૫૨ મું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યની જિલ્લા દીઠ શ્રેષ્ઠ કૃતિઓએ વિવિધ એવાં પાંચ વિભાગોમાં ભાગ લીધો હતો. જે પૈકી વિભાગ ૩ : પ્રાકૃતિક ખેતીમાં સુરત શહેરની પ્રતિષ્ઠિત […]
સાવરકુંડલા ખાતે આવેલ ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના ધારાબેન ગોહિલની અનોખી માનવ સેવા
કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર કિસીકે વાસ્તે હો અપને દિલમેં પ્યાર, જીના ઉસીકા નામ હૈં.. ખાલી ઓટલે બેસીને અલકમલકની ચર્ચાઓ કરતાં કે પાનના ગલ્લે ક્રિકેટ મેચની કોમેન્ટેટરી જોતાં કે સાંભળતાં કે પછી વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર કે સોશ્યલ પ્લેટફોર્મ પર ખાલી સુફિયાણી કોમેંટ કરવા કરતાં લાયક લોકોના આંસુ લુંછી તેને યોગ્ય રીતે મદદરૂપ થવાના […]
સાવરકુંડલા ખાતે સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો
સાવરકુંડલા શહેરમાં આવેલ એકલિંગજી ઉપવન વાડી ખાતે તારીખ ૮-૩-૨૫ ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે પૂ. શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના મુખેથી સત્સંગીઓ માટે અસ્ખલિત વાણીના પ્રવાહથી સત્સંગીઓ થયાં શિવભક્તિમાં તરબોળ થયા શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાથી માનવજીવન ધન્ય બને છે. ભગવાન આશુતોષ શિવજીની ભક્તિમાં પવિત્રતા અને નિષ્કામ ભાવ એ મુક્તિનો માર્ગ છે. ૐ નમઃ શિવાયની ધૂન દ્વારા […]
સુરત ખાતે યોજાયેલ સાયક્લોથોનમાં યુવા શિક્ષકોએ ભાગ લીધો
લીલી સવારી કરો, સ્વચ્છ શ્વાસ લો, પ્રદૂષણ અને વ્યસનથી દૂર પેડલ ચલાવો આ થીમ હેઠળ વાય જંક્શનથી ડુમસ સુધી સાયક્લોથોન ઇકોપેડલ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડોની સંખ્યામાં સાયકલવીરો ઉપસ્થિત રહ્યાં હતાં. સદર સાયક્લોથન પાછળનો હેતુ વ્યસન મુક્તિ અને સ્વસ્થ શરીર, વૃક્ષ વાવેતર અને સ્વસ્થ વાતાવરણ રાખવાનો હતો. જેમાં સુરતનાં કમિશનર, પોલીસ જવાનો […]
ઓશમ ખાતે ઢંકગિરી મહાતીર્થની યાત્રામાં શ્રાવકોને પધારવા નિમંત્રણ
૩૮ વર્ષથી ચાલી આવતી ફાગણ શુદ તેરસની યાત્રા તા. ૧૨ માર્ચને બુધવારના રોજ યોજાશે ઢંકગિરી તીર્થોદ્વારિકા ‘સાધ્વી રત્ન’ ગુરુવર્યાશ્રીજી પૂ. ચારુવ્રતાશ્રીજી મ.સા. પ્રેરીત ૩૮ વર્ષથી ચાલી આવતી યાત્રા ફાગણ શુદ ૧૩, તા. ૧૨.૩.૨૫ ને બુધવાર સવારે પાટણવાવ ગામમા જૈન મંદિરેથી શરૂ કરી પીરની જગ્યાએ થઈ રાયણ પગલા થઈ શાન્તિસ્નાત્રમય જિનાલય તથા ઋષભકૂટ જિનાલયે ભકિત કરી ભીમકુંડ થઈ ડેડકીયુ […]
ઘંટીયા પ્રાચી ગામે રહેતી 7વર્ષ ની બાળા એ રોજો રાખી ખુદા ની બંદગી કરી
હાલ ચાલી રહેલા રમજાન મહિના દરમિયાન ઘંટીયા પ્રાચી ગામે રહેતા કાબીરાની યાસીન ભાઈ ની 7 વર્ષની બાળકી કાબીરાની માહેનૂર યાસીનભાઈ એ રોજો રાખી ખુદા ની બંદગી કરી










