મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, કેસૂડો કામણગારો જી લોલ…કવિશ્રી સુંદરમે કેસુડાના કામણ ઉપર લખેલું આ કાવ્ય વસંતઋતુમાં હરકોઈના મનમાં ગુંજી ઉઠે છે. ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળીના વધામણા લઇને આવતા કેસૂડાં એ સોળે કળાએ ખીલી ઉઠ્?યાં છે.વનરાજી ફૂલોનો મહારાજા કેસૂડો ખાસ કરીને હોળીના દિવસો નજીક ખીલી ઉઠતા હોય […]
Author: JKJGS
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરપોર્ટ પર આગમન; પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો જેવા દ્રશ્યો જાેવા મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા, જામનગર ઍરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાયો છે. આ દરમિયાન રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાનની મુલાકાતને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્ર દ્વારા પાયલોટ બંગલા સુધીનો રોડ કોર્ડન કરવામાં આવ્યો છે. તેઓ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને તેમને […]
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી
ધોળાવીરાની પ્રાચીન નગર રચના, સભ્યતા તથા જળ સંરક્ષણ સહિતની વિગતો જાણી રાષ્ટ્રપતિશ્રી અભિભૂત થયાં ભારતનાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન આજે ખડીર બેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન […]
‘પ્રોજેક્ટ લાયન – સિંહ @2047 અમૃતકાળ માટે એક વિઝન થકી ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણમાં સક્રિય
આગામી ૩ માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેનું વર્ષ ૨૦૨૫નું થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સઃ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણાઃ લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ વિઝનને અનુરૂપ, ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ […]
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ગુણાતિતપુર ખાતે પ્રાકૃતિક કૃષિના મૉડેલ ફાર્મની મુલાકાત લીધી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને ‘રાષ્ટ્રીય મિશન’ બનાવ્યું છે ઃ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છની મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભચાઉના ગુણાતિતપુર ગામે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ શેઠિયા નેચરલ ફાર્મ અને નર્સરીની મુલાકાત લીધી હતી. એક સમયે સુકો મલક ગણાતો કચ્છ વિસ્તાર હાલ ખેતી ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે. અહીંની કેરી તથા દાડમ સહિતના ફળ […]
મહાશિવરાત્રીથી પ્રારંભાયેલો પાંચ દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય માટે નર્મદા વહીવટી તંત્રની કામગીરી પ્રશંસાપાત્ર
લોકડાયરાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરતું નર્મદા જિલ્લા માહિતી વિભાગ આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી માતાના દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યમપ્રદેશના આદિવાસી સમુદાય સહિત લાખોની સંખ્યામાં ભાવિભક્તો આસ્થાના કેન્દ્ર દેવમોગરા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે તા. ૨૫ ફેબ્રુઆરીથી તા. ૧ માર્ચ, ૨૦૨૫ દરમિયાન દેવમોગરા ખાતે પરંપરાગત ભાતીગળ મેળાનું ભવ્ય […]
ગુજરાતથી પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો; ૨ના મોત, ૩ને ગંભીર ઈજા
ગુજરાતના ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જતી એક પ્રાઇવેટ બસનો શનિવારે સવારે ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી રાજધાની નામની ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જેમાં લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આ ઘટનામાં ૨ વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. […]
રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં ૧૪ વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત
રાજકોટમાં મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે એક સગીરનું દુઃખદ અવસાન થયું છે. રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં સ્પીડબ્રેકર પર યોગ્ય પટ્ટા ના અભાવે ૧૪ વર્ષીય સગીરનું કરૂણ મોત થયું હતું. આ ઘટનામાં કેશિયો પાર્ટી વગાડી રાત્રે પરત ફરેલા બાઇક સવાર બે પિતરાઈ ભાઈ ઘરે આવી રહ્યાં હતાં. આ દરમિયાન ૧૦ મીટરના […]
કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતની શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનામાં રાહત ફંડની જાહેરાત કરી
ફોસ્ટાના રિલીફ ફંડમાં કેન્દ્રીય મંત્રીએ ૧૧ લાખની સહાય આપવાની જાહેરાત કરી સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભયંકર આગ પર ખૂબ મહેનત બાદ કાબૂમાં આવી ચૂક્યો હતો પણ માર્કેટમાં મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે અને વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ પણ બળી ગયો છે અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો વેપારીઓને આવ્યો છે. સુરતનાં રીંગરોડ વિસ્તારમાં […]
GPSCની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર; વર્ગ ૧,૨ અને ૩ની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર
આગામી ૨૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ પ્રિલીમ પરીક્ષા લેવાશે અને ૨૦ સપ્ટેમ્બરથી મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવશે GPSCની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી જેમાં વર્ગ ૧,૨ અને ૩ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી ૨૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ પ્રિલીમ પરીક્ષા લેવાશે અને ૨૦ સપ્ટેમ્બરથી મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવશે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ […]










