યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં ક્લસ્ટર કક્ષાએ વિજેતા બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ […]
Author: JKJGS
સાવરકુંડલાનું ગૌરવ સંત શિરોમણીશ્રી પ. પૂ. શામજીબાપુ
હાલ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાની અનેક પ્રકારની વિસ્મયભરી ચર્ચાઓએ સમગ્ર વિશ્ર્વનું ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે સાવરકુંડલા ગૌરવ સમાન સત્તાધાર આપા ગીગાની જગ્યાના સંત પ. પૂ. શામજીબાપુની એવા જ એક કુભ મેળાની વાત અહીં પ્રસ્તુત છે એ સમયે કુંભમેળામાં પ. પૂ. શામજીબાપુએ આપાગીગાની કૃપાથી ત્રણ ટંકની રસોઈ સંતો મહંતો અને શ્રધ્ધાળુઓને પ્રસાદ તરીકે જમાડી. તેમની […]
ઓલપાડની સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાનો ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરવા સાથે તાલુકામાં ડંકો
ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ નગર સ્થિત સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળાએ તાજેતરમાં ત્રિવિધ સિદ્ધિ હાંસલ કરી તાલુકાનું નામ રોશન કરેલ છે. શાળાનાં આચાર્ય જગદીશ પ્રજાપતિ પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા કક્ષાનાં ખેલ મહાકુંભમાં અત્રેની સાયણ સુગર પ્રાથમિક શાળા અને સાયણ પ્રાથમિક શાળાનાં શિક્ષકોની સંયુક્ત ટીમે રસ્તા ખેંચ સ્પર્ધામાં પ્રથમ […]
શ્રી જે.વી.મોદી હાઈસ્કૂલ સાવરકુંડલામાં યોજાયેલ (ફર્સ્ટ એડ )પ્રાથમિક સારવાર તાલીમ
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી.મોદી હાઇસ્કૂલ સાવરકુંડલામાં મૂળ સાવરકુંડલાના વતની ને હાલ પનામાં (અમેરિકા)માં વસતા ત્વીશાબેન કામદાર દ્વારા ફર્સ્ટ એડ એટલે કે અકસ્માત થતા વ્યક્તિઓને થતી જુદી જુદી ઇજાઓમાં દર્દીને હોસ્પિટલ લઈ જતા પહેલા આપવામાં આવતી પ્રાથમિક સારવારની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં લોહી નીકળતા ઘાવ ,હાડકામાં ભાંગ તૂટ ,અન્નનળી ,શ્વાસનળી , ગરદન ,પીઠ […]
” દીકરો દીકરી એક સમાન ”
વર્તમાન સમયની આ ઉક્તિને ચરિતાર્થ કરતું ઉદાહરણ એટલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામની દીકરી સુહાનીબેન રાજેશભાઈ ગાંભવા. ઘટના એવી ઘટે કે સુહાની બેનના પિતાશ્રી રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા જોડિયા તાલુકાના કેશીયા ગામે હાઈ સ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. અને તેઓનું તારીખ 20/01/2025 ના રોજ અકસ્માતે અવસાન થયું હતું. તેમને સંતાનોમાં બે દીકરીઓ. તેમાંથી મોટા […]
વનતારા શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા 20 હાથીઓને બંધન મુક્ત વાતાવરણ પૂરું પાડશે
હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે જામનગર, ગુજરાતઃ દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા […]
ચેમ્પિયન્સ ટ્રોફી માટે BCCIની બેઠક અઢી કલાક ચાલી, ગંભીર અને રોહિત-અગરકર વચ્ચે ખેંચતાણ
ભારતમાં ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ છ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રિદિવસીય વનડે સીરિઝ અને ૧૯ ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને દુબઈમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે. જેમાં ઘણા ઉમદા ખેલાડીઓેની પસંદગી ન થતાં ચાહકો નારાજ પણ થયા છે. ઉલ્લેખનીય છે, આ સીરિઝ માટે ખેલાડીઓની પસંદગી કરવા યોજાયેલી બીસીસીઆઈની સિલેક્શન ટીમે હાર્દિક પંડ્યા અને શુભમન […]
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાયો, સોશિયલ મીડિયા પર શેર તસવીરો કરી
ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના ચાહકોને એક અદ્ભુત અને આશ્ચર્યજનક ભેટ આપી છે. જૈવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરાએ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. હા, નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેના જીવનની એક નવી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે આજે (૧૦ […]
ફિલ્મના ચીફ કેમેરામેન મનુ આનંજના અંગૂઠામાં ફ્રેકચર થઇ ગયું, સાઉન્ડની ધ્રુજારીના કારણે આ છત તૂટી પડી હોવાની સંભાવના
ફિલ્મના સેટ પર છત ધસી પડતાં અર્જુન કપૂર, કેમેરામેન સહિતના કલાકારો ઘાયલ થયા ફિલ્મ ‘મેરે હસબન્ડ કી બીવી’ના શૂટિંગ વખતે સેટની છત તૂટી પડતાં અર્જુન કપૂર, જેકી ભગનાની અને દિગ્દર્શક મુદસ્સર અજીજ તેમજ અન્યો ઘાયલ થયા છે. ફિલ્મના ચીફ કેમેરામેન મનુ આનંજના અંગૂઠામાં ફ્રેકચર થઇ ગયું છે અને વિજય ગાંગુલીની કોણી અને માથામાં ઇજા થઇ […]
સિંગર દર્શન રાવલે બેસ્ટ ફ્રેન્ડ ધરાલ સુરેલિયા સાથે લગ્ન કર્યાં
પોપ્યુલર સિંગર દર્શન રાવલે બહુ લાંબા સમયથી તેની ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે લગ્ન કરી લીધાં છે. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં. જાેકે, દર્શને પોતાની પર્સનલ લાઈફ બહુ પ્રાઈવેટ રાખી હોવાથી તેની આ રિલેશનશિપ વિશે બહુ જ ઓછા લોકોને માહિતી હતી. દર્શને જાતે લગ્નના ફોટા શેર કરતાં તેના ચાહકોને સુખદ આશ્ચર્ય મળ્યું હતું. તેમણે નવદંપત્તીને અભિનંદન […]










