Gujarat

પેટ્રોલ ભરાવી નીકળી રહેલા બાઈકચાલકને 10 ફૂટ સુધી ઢસડ્યો, વડોદરા-ડભોઈ રોડ પરનો બનાવ

વડોદરા ડભોઇ રોડ ઉપર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવકનું ટ્રકની અડફેટે ઘાટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બનાવને લઈ લોક ટોળા એકઠા થયા હતા. બનવા અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી છે. વડોદરા સહિત જિલ્લામાં અવાર નવાર અકસ્માતના બનાવો સામે […]

Gujarat

દેવદિવાળીએ વૌઠાનો મેળો જામ્યો 20 રાઇડ્સને અંતે મંજૂરી અપાઈ

ધોળકાના વૌઠામાં ચકડોળોની મજબૂતાઇ માટે આરસીસીનું ફાઉન્ડેશન કરાયું છે. પરંતુ પેપર વર્કમાં મોડું થતાં 50માંથી અંદાજે 20 મોટા રાઇડ્સની મંજૂરી અટકી પડી હતી. જેમાં 12 નાવડી, 2 રેન્જર, મોતના કુવા 4, સુનામી 1 સહિત 1 મોટી સન રાઇડ્સ ચકડોળ બંધ રહેતાં મેળાનો માહોલ ફિક્કો પડ્યો હતો. જો કે, તા.15 નવેમ્બરે 1 સન રાઇડ્સ સિવાયની તમામ […]

Gujarat

100 વર્ષ જૂની ચાલી દૂર કરાશે, રહીશોને પાકાં મકાનો અપાશે

ઉત્તરપ્રદેશમાં કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું નિર્માણ પૂર જોરશોરથી ચાલી રહ્યું છે. તેની સમકક્ષ અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરનો વિસ્તાર વધારી પ્લાઝા બનાવવા મ્યુનિ. દ્વારા કામગીરીની શરૂઆત કરાઈ છે. જેના અનુસંધાને 100 વર્ષ કરતા જૂની જગન્નાથ મંદિરની ચાલી ઉપર સરકારે મેગા ડેમોલિશન કરવા નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિ. એ 11 નવેમ્બરે પ્રથમ 15 મકાનોને દૂર કરવા નોટિસ […]

Gujarat

શહેરની પ્રાથમિક સ્કૂલોમાં 5 વર્ષ બાદ બદલી કેમ્પ, 59 જગ્યા ભરાઇ

ગાંધીનગર શહેર વિસ્તારની પ્રાયમરી સ્કૂલોમાં 5 વર્ષથી શિક્ષકોની ખાલી જગ્યા રહ્યા બાદ આખરે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2007ની બાકી રહેલી યાદીને 2002ની નીતિ અનુલક્ષીને અગ્રતાક્રમ આપવાનો આદેશ કરવામાં આવતા તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના પગલે શહેર વિસ્તારની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1થી 8માં શિક્ષકોની 59 જગ્યા ભરવામાં આવી છે. જેથી હવે બાળકોને સારૂ અને ગુણવત્તાયુક્ત […]

Gujarat

માંગરોળના ચોટીલીવીડી, રૂદલપુર, અને ખોડાદા ગામે અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ લેવા જાણકારી અપાઈ

અનુસૂચિત જનજાતિના લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા અભિયાન શરૂ માંગરોળ તાલુકાના ચોટીલીવીડી, રૂદલપુર, અને ખોડાદા ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અનુસૂચિત જનજાતિના લોકો માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સહેલાઈથી લાભ મળી રહે તે માટે જરૂરી જાણકારી અને માર્ગદર્શન ગ્રામજનોને આપવામાં આવ્યું હતું. આ […]

Gujarat

ગાંધીનગરમાં સૌ પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરાશે

દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અને આ ફ્લાવર શો દેશ- વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર ગાંધીનગરમાં ફ્લાવર શો યોજવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે. હરીયાળા શહેરમાં રંગબેરંગી ફુલોના નિદર્શન દ્વારા નવી ઓળખ આપવાનો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. હાલ […]

Gujarat

શહેરમાં મુકેલાં ખામીયુક્ત સાઇન બોર્ડ મુસાફરોને અવળે રસ્તે ચઢાવે છે

બહારથી આવતા લોકો માટે ગાંધીનગરમાં સરનામુ શોધવું અઘરૂ છે. ભલે તમામ ઉભા અને આડા રસ્તાથી જોડાયેલું છે પણ ભૌગોલિક રીતે બહારના લોકોને ગાંધીનગર અટપટું લાગે છે. મુસાફરોને શહેરના વિવિધ સ્થળોનું દિશા દર્શન મળી રહે તે માટે તમામ મુખ્ય માર્ગ પર સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે પરંતુ સાઇનબોર્ડમાં અનેક જગ્યાએ ખામી હોવાથી ઉલટાના લોકો અવળા રસ્તે […]

Gujarat

ગાંધીનગરના પીંપળજ ગામમામાં નાગણેશ્વરી માતાજીના હવનની સાથે 751 દીવડાંની શેષનાગ મહાઆરતી કરાઈ

ગાંધીનગરના પીંપળજ ગામમાં ગઈકાલે દેવ દિવાળીના દિવસે રાણા રાઠોડ પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનો તરફથી માં નાગણેશ્વરી માતાજીના હવન તેમજ 751 દીવાની શેષ નાગની મહાઆરતી કરવામાં આવી હતી. એકસમયે 751 દીવડાંની શેષ નાગની મહા આરતી કરવામાં આવતાં અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ગાંધીનગરના પીંપળજ ગામમાં ગઈકાલે દેવ દિવાળીના દિવસે રાણા રાઠોડ પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનો તરફથી […]

Gujarat

ધાનેરાના 62 ગામમાં વસવાટ કરતાં રબારી સમાજના શિક્ષણરથ થકી 13 કરોડ કરતાં વધુ દાન એકત્ર કર્યું, શિક્ષણ સંકુલનો ભૂમિ પૂજન સમારોહ યોજાયો

શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત રબારી સમાજ શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવિન શિક્ષણ સંકુલનો ભૂમિ પૂજન સમારોહ શિક્ષણ સંકુલના ભૂમિદાતા, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો-મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો ની વિશે શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત શિક્ષણ રથ ધાનેરા શહેર તેમજ તાલુકા ના 62 ગામમાં વસવાટ કરતાં રબારી […]

Gujarat

કૈલાશ ટેકરીના પ્રાચીન શિવ મંદિરમાં મહા આરતીનું આયોજન: મંદિરને રંગબેરંગી રોશની સહિત દીવડાવો અને રંગોલીથી શણગારાયું

દેવ દિવાળી નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં દર્શનાર્થીઓની ભારી ભીડ જોવા મળી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના આજુબાજુ અનેકો નાના-મોટા મંદિરો આવેલા છે. અંબાજી નજીક આવેલા કૈલાશ ટેકરી પર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં આજે દેવ દિવાળી નિમિત્તે શિવ મંદિરને શણગારવામાં આવ્યું હતું. સાથે સાથે સાંજની વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી. દર વર્ષે કાર્તિકી પૂનમના રોજ કૈલાશ […]