ભારતની સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસ દર વર્ષે ઈકોનોમિક્સ, એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ, લાઈફ સાયન્સ, મેથેમેટિકલ સાયન્સ અને ફિઝિકલ સાયન્સમાં એવોર્ડ આપે છે. આ વર્ષે પણ ઈન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશને ગુરુવારે ૬ સંશોધકોને એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ફાઉન્ડેશને તમામ વિજેતાઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કર્યા અને ઈનામો પણ આપ્યા. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર […]
Author: JKJGS
આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે નવી દિલ્હીના બંસેરા પાર્કમાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
ભગવાન બિરસા મુંડા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન નાયકોમાંના એક હતાઃ અમિત શાહ આદિવાસી સમુદાય ભગવાન બિરસા મુંડાનો હંમેશા આભારી રહેશેઃ અમિત શાહ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું કે ભગવાન બિરસા મુંડા દેશના સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયકોમાંના એક હતા. આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે નવી દિલ્હીના બંસેરા પાર્કમાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ ગૃહમંત્રીએ […]
અમારી છે પ્રેમની દુકાન અને તેમની છે નફરતની બજાર : રાહુલ ગાંધી ઝારખંડમાં કહ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઝારખંડમાં ચૂંટણી પ્રચારને સંબોધવા માટે ગોડ્ડા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી બંધારણને બચાવવા માટે કામ કરી રહી છે. ભાજપ અને આરએસએસ બંધારણને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ પર કટાક્ષ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અમે મોદીજીથી ડરતા નથી, ૫૬ ઇંચની છાતી, મન કી બાત, અમે આ […]
પપ્પુ યાદવને ધમકી આપવાનો મામલો નકલી નીકળ્યો, અન્ય કોઈને ફસાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું.
બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવના નિવાસસ્થાન અર્જુન ભવનને ઉડાવી દેવાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પૂર્ણિયા પોલીસે ધમકીભર્યો પત્ર મોકલનાર વ્યક્તિની પૂછપરછ કરી હતી, જેમાં તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે, સુપૌલના રહેવાસી કુંદન કુમારને ફસાવવા માટે આ ધમકીભર્યો પત્ર સાંસદ પપ્પુ યાદવને તેમના નામે મોકલવામાં આવ્યો હતો. પત્ર મોકલનાર […]
કર્ણાટકના મંત્રીએ બજરંગ દળ પર પ્રતિબંધ અંગે ગૃહમંત્રીને સવાલ કર્યા
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરને બજરંગ દળ પર પ્રતિબંધને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના પર તેમણે કહ્યું કે બજરંગ દળ પર હજુ સુધી કોઈ પ્રતિબંધ નથી. બજરંગ દળને લઈને કોઈ ફરિયાદ આવશે તો જાેઈશું અને પછી વાત કરીશું. આ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. વાસ્તવમાં, કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું હતું કે જ્યારે કર્ણાટકમાં […]
કરનાળીના કુબેર ભંડારી મંદિરે દેવ દિવાળીએ ભવ્ય શોભાયાત્રા નીકળી
ડભોઇ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિરે વાર્ષિક હિસાબો રજૂ કરવા સોમનાથ રાજાના દરબારમાં વર્ષોની પ્રણાલી મુજબ કુબેર ભગવાન કુબેર ભંડારી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં. દેવોના ખજાનચી તરીકે કુબેર ભગવાનને પૂજવામાં આવે છે. ત્યારે ડભોઇ તાલુકાના કુબેર ભંડારી મંદિરથી વર્ષોની પ્રણાલી મુજબ સોમનાથ રાજાને ત્યાં વાજતે ગાજતે […]
વડોદરામાં પહેલીવાર એર એમ્બ્યુલન્સનો ઉપયોગ, 24 કલાકની પ્રક્રિયા કર્યા બાદ વૃદ્ધાને લઈને સારવાર માટે મુંબઈની ઉડાન ભરી
શહેરમાં પહેલીવાર એર એમ્બ્યુલન્સ દ્વારા મહિલા દર્દીને મુંબઈ લઈ જવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, વૃદ્ધા પોતાના ઘરમાં પડી ગયાં હતાં, જેમાં ઇજા પહોંચતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાના હોવાથી તેમના પરિવાર તેઓને એર એમ્બ્યુલન્સ કરવાની રજૂઆત કરતાં 108 એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી. વડોદરામાં 108 […]
માલસર સ્થિત ગજાનન આશ્રમની પોંડિચરીના લે.ગવર્નરે મુલાકાત લીધી
માલસરના ગજાનન આશ્રમમાં શુક્રવારે દેવ દિવાળીના દિવસે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથને આવી નવ નિર્માણ પામનાર આશ્રમની વિગતવાર ચર્ચા કરી હતી. નર્મદા મૈયા ની પૂજા કરી, નર્મદા ઘાટ સહિતની મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેમણે ભોજન પ્રસાદ લીધો હતો. ગુજરાતના ચાર ચાર મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી ગુજરાતની […]
વિશ્વામિત્રીના નવસર્જનમાં પાલિકા જ અવરોધ, હરણીમાં રોજ 5 હજાર ઘરનું ડ્રેનેજનું 30 લાખ લિટર પાણી નદીમાં ઠલવાય છે
વિશ્વામિત્રીને સજીવન કરવા ગટરના પાણી નદીમાં ઠાલવતા 21 પૈકી 16 સ્પોટને બંધ કરાયા હોવાનો પાલિકા દાવો કરે છે. હરણી મોટનાથ રેસિડેન્સી પાસેનાં 5 હજારથી વધુ ઘરમાંથી રોજ 30 લાખ લિટર પાણી ડ્રેનેજ નેટવર્ક મારફતે સીધું વિશ્વામિત્રીમાં ઠલવાઈ રહ્યું છે. ડ્રેનેજ લાઈન બેસી જવાથી વોર્ડ કચેરી દ્વારા જ હંગામી ધોરણે આ કામગીરી કરાઈ છે. વિશ્વામિત્રીમાં ઠલવાતા […]
ડેસરમાં શ્રમજીવી કુટુંબના મોભીની તિક્ષ્ણ હથિયારથી બે ટુકડા કરી હત્યા
ડેસરમાં એક શ્રમજીવી પરિવારના મોભીની અજાણ્યા હત્યારા દ્વારા કરપીણ હત્યા કરાતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ડેસરના મહાયા ટેકરા ખાતે રહેતા આધેડ વયના ભીખાભાઇ કાળુભાઇ પરમાર ઉંમર 50 વર્ષ પત્ની લીલાબેન, બે દીકરા રણજીત અને વનરાજ, દીકરી હીના અને બુઝુર્ગ માતા સાથે રહેતા હતા. દીકરી હીનાના લગ્ન કાલોલના મેદાપુર ખાતે કરાયા […]










