International

દક્ષિણ સુદાનની રાજધાની જુબા નજીક એક નાનું વિમાન ક્રેશ; ૧૪ લોકોના મોત

દક્ષિણ સુદાનની રાજધાની જુબાની બહાર સોમવારે એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં તમામ ૧૩ મુસાફરો અને પાઇલટના મોત થયા હતા, એમ દેશની નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ જણાવ્યું હતું. દક્ષિણ સુદાનની નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વિમાન સેસ્ના હતું જે ૦૭૧૫ ય્સ્ વાગ્યે જુબા આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ઉડાન ભરી હતી અને રાજધાનીથી લગભગ […]

International

યુ.એસ અને ઈરાન વચ્ચે વાટાઘાટોનો બીજાે રાઉન્ડ અટકી ગયો

હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાની ઈરાનની ‘શરતી‘ યોજનાને અમેરિકાએ નકારી કાઢી યુનાઇટેડ સ્ટેટ્સે ઇરાન દ્વારા ચોક્કસ પરિસ્થિતિઓમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાના અહેવાલિત પ્રસ્તાવને ફગાવી દીધો છે, તેને વોશિંગ્ટન અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાય બંને માટે અસ્વીકાર્ય ગણાવ્યો છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સોમવારે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમણે તેહરાનના સ્પષ્ટ […]

Gujarat

ઉના નગરપાલિકામાં ભાજપનો વિજય, તમામ 36 બેઠકો કબ્જે – લોકગાયિકા રાજલ બારોટ પણ જીત્યાં,

ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 36 બેઠકો પર વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. વોર્ડ નંબર 7 માંથી સુપ્રસિદ્ધ લોકગાયિકા રાજલ બારોટનો પણ વિજય થયો છે, જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી. મતગણતરીનો પ્રારંભ આજે સવારે 9 વાગ્યે ઉનાના યોગા કેન્દ્ર ખાતે ચૂંટણી અધિકારી કે.આર. […]

Gujarat

સાબરમતી રેલવે સ્ટેશન પર વતન જવા ભીડ, હોલ્ડિંગ એરિયામાં 4 હજાર મુસાફરને બેસાડાયા

ઉનાળાના વેકેશનની શરૂઆત અને લગ્નગાળાને કારણે પરપ્રાંતિય શ્રમિકોનો વતન જવાનો ધસારો વધ્યો છે. સાબરમતીથી મુજફ્ફરપુર જતી જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન પકડવા માટે રાતે હજારોની સંખ્યામાં લોકો સાબરમતી સ્ટેશને ઊમટી પડ્યા હતા. રેલવે સ્ટેશન પર કોઈ મોટી દુર્ઘટના કે ધક્કામુક્કી ન સર્જાય તે માટે રેલવે સુરક્ષા દળ (આરપીએફ)એ પૂરતી વ્યવસ્થા કરી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે આરપીએફની […]

Gujarat

પોક્સોનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

વેરાવળ સિટી પોલીસે પોક્સોના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અરજદારે ગત તા.24 ના રોજ સગીર વયની દિકરીનો સતત પીછો કરી શારીરિક અડપલા કરી પતાવી નાખવાની ધામી આપતો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન […]

Gujarat

અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા વૃદ્ધને જોરદાર ટક્કર મારી

સુરતના મગદલ્લા-હજીરા બ્રિજ પર ગત મોડીરાત્રે(26 એપ્રિલ) એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાની ગતિ પર કાબૂ ગુમાવી એક 60 વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિક સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા […]

Gujarat

સુરતમાં જમવા બાબતે પથ્થરના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળ્યું

સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં જમવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક યુવકની પથ્થર મારીને હત્યા કરવામાં આવી છે. 23 એપ્રિલના રોજ સાર કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં નિદ્રાધીન યુવક પર પથ્થર ઝીંકી હુમલો કરનાર કચરો વીણતા શખ્સને સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને તેની ચાલવાની વિશિષ્ટ ઢબના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ માથા અને છાતીના ભાગે […]

Gujarat

ડિજિટલ વેલીમાં ભીષણ આગ, 2 KM દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ડિજિટલ વેલી પાસે સાંજના સમયે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. સાયબર સિટી બિલ્ડિંગની સામે આવેલા એક ખુલ્લા મેદાનમાં એકઠા કરવામાં આવેલા કચરાના જંગી જથ્થામાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં […]

Gujarat

તડકેશ્વરમાં બંધ મકાનમાંથી 32 તોલા દાગીના ચોરાયા

માંડવી તાલુકાના તડકેશ્વર ગામના રોડ ફળિયા વિસ્તારમાં એક બંધ રહેણાક મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ 32 તોલા સોનું અને એક લાખ રોકડાની ચોરી કરી હતી. આ ઘટનામાં કુલ રૂ. 8.20 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તડકેશ્વર ગામમાં કીમ-માંડવી મેઈન રોડ પર આવેલા રોડ ફળિયામાં રહેતા 53 વર્ષીય ઈલ્યાસ ઈસ્માઈલ […]

Gujarat

17 વર્ષના કાનૂની જંગ બાદ પાલિકા સર્વેયરને 3 વર્ષની કેદની સજા

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા ચીમન મંગુ મૈસુરિયા સામે કોર્ટે લાલ આંખ કરી છે. ફરિયાદી પોતાની મિલકતના વેરા બિલમાં પિતાનું નામ ચઢાવવા માટે પાલિકાની કચેરીએ ધક્કા ખાતા હતા. આ કામના બદલામાં સર્વેયર ચીમન મૈસુરિયાએ 2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો, […]