પાકિસ્તાનની એક કોર્ટે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી માટે વધુ એકાંત કેદ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇસ્લામાબાદ હાઇકોર્ટ એ અદિયાલા જેલ અધિકારીઓને જેલ કાયદા અનુસાર ખાન અને તેમની પત્ની વચ્ચે મુલાકાત કરાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. ૭૩ વર્ષીય ક્રિકેટરથી રાજકારણી બનેલા અને તેમની પત્ની હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં […]
Author: JKJGS
ઉદ્યોગોને સોલાર પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ છતાં મોંઘી વીજળી ખરીદવાનો વારો આવ્યો
રાજ્યમાં જમીની સ્તરે રિન્યુએબલ એનર્જી સ્થાપનારા ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઈલ, કેમિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ઉદ્યોગકારોએ પોતાના કારખાનાનું વીજ બિલ શૂન્ય કરવા માટે પ્રતિ 1 મેગાવોટ દીઠ અંદાજે 4.25 કરોડ ના જંગી ખર્ચે અંદાજે 1000 મેગાવોટ ની ક્ષમતા ધરાવતા કેપ્ટિવ સોલાર પ્લાન્ટ્સ સ્થાપ્યા છે. સમગ્ર પ્રદેશમાં ઉદ્યોગોએ બેંક લોન અને […]
સુરત ગ્રામ્ય પોલીસને 112 ઇમરજન્સી સેવા માટે 17 નવી ગાડીઓ
સુરત ગ્રામ્ય પોલીસને નાગરિકોને કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે 112 ઇમરજન્સી સર્વિસની 17 નવી ગાડીઓ પ્રાપ્ત થઈ છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ પોલીસ હેડક્વાર્ટર ઘલુડી ખાતેથી આ તમામ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 112 ઇમરજન્સી સેવાના વાહનો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં અને પોલીસના રિસ્પોન્સ ટાઈમમાં સુધારો લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા […]
50% ઉત્પન્ન વીજળી વેડફાતી હોવાની DGVCLમાં MSME ઉદ્યોગકારોની રજૂઆત
સુરતના MSME ઉદ્યોગકારો દ્વારા સ્થાપિત કેપ્ટિવ સોલાર પ્લાન્ટ્સમાં વારંવાર કરવામાં આવતા અનિયમિત પાવર કર્ટેઇલમેન્ટના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉર્જા વિભાગની પૂર્વ મંજૂરી બાદ કરોડો રૂપિયાનું રોકાણ કરવા છતાં ઉત્પાદિત વીજળી કાપી લેવામાં આવતી હોવાથી રોષે ભરાયેલા લઘુ ઉદ્યોગ ભારતીના આગેવાનો અને MSME ઉદ્યોગકારો કાપોદ્રા સ્થિત DGVCL કચેરીએ પહોંચ્યા હતા. ઉદ્યોગકારોએ કોઈપણ જાતના […]
ઊનામાં PCR ટીમની મદદથી બાળકનો જીવ બચ્યો
ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રસ્તામાં મોટરસાઇકલનું પેટ્રોલ ખૂટી જતાં એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. જોકે, આ દરમિયાન પરિવારના બે વર્ષના માસૂમ બાળકને અચાનક આચકી આવતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આવી કટોકટીની ઘડીએ ગીર સોમનાથ પોલીસની 112 જનરક્ષક PCR ટીમ પરિવાર માટે મદદનો આધાર બની હતી. બાળકને આચકી આવતાં તાત્કાલિક મદદની જરૂર મળતી માહિતી […]
સ્ટેન્ડિંગ કમિટીમાં 53.89 કરોડના વિકાસ કાર્યોને મળી લીલી ઝંડી
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કુલ 53.89 કરોડ રૂપિયાના વિકાસ કામોને સત્તાવાર બહાલી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા, નવા રસ્તાઓ અને બ્રિજના નિર્માણ સહિતના કુલ 21 જેટલા જનહિતલક્ષી પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં […]
પચ્છેગામમાં જુગાર રમતા બે ઝડપાયા, સાત ફરાર
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વલ્લભીપુરના પચ્છેગામમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડીને બે શખસને અટકાયતમાં લીધા છે. દરોડા દરમિયાન પોલીસને જોઈને સાત શખસો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચે સ્થળ પરથી રોકડ, મોબાઈલ અને પાંચ બાઈક મળી કુલ રૂ. 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ નવ શખસો વિરુદ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો […]
ઈસનપુરમાં મિત્રએ માર મારતા યુવકનું મોત થયાનો ખુલાસો
ઇસનપુરમાં જમવાનો ઓર્ડર કેન્સલ કરવા બાબતે બે મિત્રો વચ્ચે ઝઘડો થતા મિત્રે મિત્રને બેદરકારીપૂર્વક માર મારતા બેભાન થયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું હતું. 4 મહિને પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા ઇસનપુર પોલીસે મૃતકના મિત્ર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જમવાના ઓર્ડર બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી ફેસલનગર નજીક મોબાઈલની દુકાન […]
બીજા મોબાઈલમાં લોગીન કરી પરિવારની મહિલાઓના ફોટો-મેસેજ સંબંધીઓને મોકલતાં ફરિયાદ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી તેના પરિવારની બે મહિલાના ફોટો અને બીભત્સ મેસેજ સગા-સંબંધીઓને મોકલવાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા શખસે પરિણીતાના આઈડીનો પાસવર્ડ મેળવી અન્ય મોબાઈલમાં લોગઈન કરીને કારસો રચ્યો હતો. આ અંગે પરિણીતાએ અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંબંધીઓને બીભત્સ મેસેજ મળતાં ભોપાળું બહાર આવ્યું પરિણીતા […]
અગાઉનો કેસ પરત લેવા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી
શહેરના માધુપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ અગાઉ એક વ્યક્તિ ફરિયાદ કરી હતી. જેની અદાવતમાં આરોપીનો ભાઈ યુવતીને ફરિયાદ પરત લેવા ધમકી આપતો હતો. થોડા સમય અગાઉ યુવતી એકલી જતી હતી ત્યારે આરોપીના ભાઈએ યુવતીને ગાળો આપી ફરિયાદ પરત ખેંચી લે નહીં તો તને, તારા પિતા અને ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેના કારણે […]










