Gujarat

કચ્છના ક્રિક વિસ્તારમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ પકડાઈ

રણ, ડુંગર, દરિયાકાંઠા અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લામાં ઘૂસણખોરીની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહે છે. ત્યારે કચ્છના દરિયાઈ વિસ્તારમાં આવેલા ક્રિક વિસ્તારમાં BSFની ટીમને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ મામલે બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી […]

Gujarat

SMVS બાળપ્રવૃત્તિ દ્વારા 115 હોસ્પિટલોમાં ‘નિરામય શુભકામના પ્રોજેક્ટ’ યોજાયો

ગુરુવર્ય પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીની પ્રેરણાથી SMVS બાળપ્રવૃત્તિ દ્વારા ‘નિરામય શુભકામના પ્રોજેક્ટ’ નું ભવ્ય આયોજન કરાયું હતું. ડિસેમ્બર-2026 માં સ્વામિનારાયણ ધામ ખાતે યોજાનાર ‘શ્રીહરિ સંકલ્પ મહોત્સવ’ ના ઉપક્રમે આયોજિત આ સેવાયજ્ઞમાં બાળકોએ હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત સહિતના વિવિધ શહેરોની આશરે 115 […]

Gujarat

દિવાળીના તહેવારમાં ST અમદાવાદથી અંદાજે 1800 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે

દિવાળીના તહેવારને લઈને વતન જવા અને ફરવા નીકળતા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એસટી નિગમના અમદાવાદ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના ગીતામંદિર, નરોડા, કૃષ્ણનગર, બાપુનગર અને રાણીપ સહિતના બસ સ્ટેન્ડ પરથી નિયમિત બસોના સંચાલન સાથે વધારાની 1800 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. તેમજ બસ આપને દ્વાર યોજના હેઠળ કોઈ ગ્રુપ કે […]

Gujarat

વિરમગામમાં ઓમ કલામંદિર દ્વારા 19 વર્ષથી બાળ ગરબા મહોત્સવ

વિરમગામના ઓમ કલામંદિર દ્વારા છેલ્લા 19 વર્ષથી બાળ ગરબા મહોત્સવનું આયોજન થાય છે. આ મહોત્સવમાં 5 થી 15 વર્ષ સુધીની વયના આશરે 1500 જેટલા બાળકો માતાજીના ગરબે રમે છે. બાળકોના અભ્યાસ પર અસર ન પડે તે માટે ગરબાનો સમય રાત્રે 9:00 થી 11:00 વાગ્યાનો રાખવામાં આવે છે. જેથી બાળકો ગુજરાતની સંસ્કૃતિથી પરિચિત રહે અને તેમનો […]

Gujarat

ઈસનપુરમાં ચાર રસ્તા પાસે વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી

શહેરના ઈસનપુર વિસ્તારમાં જૂના ઢોર બજાર ચાર રસ્તા પાસે 10 ઓક્ટોબરે રાત્રે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી દીધી હતી. માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 6 દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્રની ફરિયાદના આધારે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે […]

Gujarat

જૂનાગઢમાં તાપમાન 38.8 ડિગ્રી : બરડામાં 2 ઇંચ સુધી વરસાદ‎

જૂનાગઢ સહિત સોરઠમાં શુક્રવારે તાપમાન 39 ડીગ્રીને પાર થઈ ગયા બાદ શનિવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને તે સાથે અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. શુક્રવારે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન વધીને 24 ડિગ્રીએ અને મહત્તમ તાપમાન પણ વધીને 39.1 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે પડોશી જિલ્લા પોરબંદરમાં ગાજવીજ સાથે માવઠુ થયુ હતુ. […]

Gujarat

જૂનાગઢ રેન્જ પોલીસે કેશોદમાં સ્કોડા કારમાંથી વિદેશી દારૂ સહિત 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત

​જૂનાગઢ જિલ્લામાં દારૂનો વેપલો ફેલાય તે પહેલા જ જૂનાગઢ રેન્જ પોલીસે દારૂના જથ્થા સાથે લાખોનો મુદ્દામાલ ઝડપી લીધો છે. જૂનાગઢ રેન્જના પી.આઈ. વાય.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જી.ચુડાસમા અને ટીમ કેશોદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કેશોદનો રાહુલ રાજશીભાઇ ઓડેદરા પોતાની સફેદ કલરની કારમાં અજાબ અને કરેણીગામ તરફથી કેશોદ તરફ વિદેશી દારૂનો […]

Gujarat

કાલાવડની મુક્તાબેન કન્યા વિદ્યાલયમાં સાંસદ પૂનમબેન માડમે લ્હાણી આપી

કાલાવડની મુક્તાબેન કન્યા વિદ્યાલયમાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમે 550 વિદ્યાર્થીનીઓને લ્હાણીનું વિતરણ કર્યું હતું. નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળાઓને લ્હાણી આપીને તહેવારની ખુશીઓમાં સામેલ કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન બાળાઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી જે.ટી.પટેલ, કાલાવડના […]

Gujarat

લાલપુરના 13 ટેબલ ટેનિસ ખેલાડીઓ ખેલ મહાકુંભમાં વિજેતા

જામનગરના સિદસર ખાતે ખેલ મહાકુંભ-2026ની જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ. લાલપુર ટેબલ ટેનિસ ક્લબના 17 ખેલાડીઓએ ભાગ લીધો, જેમાંથી 13 વિજેતા બન્યા.બહેનોમાં અંડર-11: વિધિ નાકર (બીજું), પ્રાંજલ નાકર (ત્રીજું). અંડર-14: પૂજા નાકર (બીજું). અંડર-17: આરુષિ માકડિયા (પહેલું). ભાઈઓમાં અંડર-11: ભવ્ય ગોહિલ (પહેલું), જીયાન લાઠિયા (બીજું). અંડર-14: અંશ ઠાકોર (બીજું), તેજ શીરા (ત્રીજું). ઓપન: ધવલ […]

Gujarat

જામનગરમાં સેટેલાઇટ પાર્ક ખોડિયાર ગરબી મંડળનો મશાલ રાસ

જામનગરમાં છેલ્લા છ વર્ષથી નવરાત્રિ મહોત્સવ યોજાય છે. આ પરંપરાને આગળ વધારતા સમસ્ત સેટેલાઇટ પાર્ક દ્વારા સાતમા વર્ષે ખોડિયાર ગરબી મંડળ હેઠળ નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. આ મહોત્સવ ૧૧ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન સેટેલાઇટ પાર્ક સ્થિત ભોળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં યોજાશે. આ ગરબી મહોત્સવમાં અંદાજે ૯૨ બાળાઓ સલામત વાતાવરણમાં વિવિધ પ્રાચીન રાસ-ગરબા રજૂ કરશે. […]