Gujarat

મહીસાગર પોલીસને આધુનિક સુવિધાઓ મળી

પંચમહાલ રેન્જ DIG વિધિ ચૌધરીએ મહીસાગર જિલ્લાના સંતરામપુર ડિવિઝનના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન લુણાવાડા ખાતે વિવિધ નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ, દાતાઓ અને સ્થાનિક નાગરિકોના સહયોગથી આ પ્રજાલક્ષી અને પોલીસ કલ્યાણના પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે નવી ‘વાંસીયા ચોકી’નું […]

Gujarat

ભાવનગર નકલી દારૂ કાંડને પગલે મહીસાગર પોલીસ એક્શનમાં

ભાવનગરમાં નકલી દારૂના બનાવ બાદ મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે દારૂના ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી સામે સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી કમલેશ વસાવા અને પીઆઈ પી.આર. બલાતના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરી […]

Gujarat

મહીસાગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું સઘન ચેકિંગ

મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસોને પગલે નાગરિકો અને ખાસ કરીને છાત્રાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વિવિધ છાત્રાલયો, શાળાઓ, હોટલો તથા ખાદ્યચીજોની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં […]

Gujarat

પંચમહાલમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ

પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે વીજ જોડાણ, રોડ રસ્તા, ચોમાસા દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો, મહેસૂલ, પુરવઠા અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે […]

Gujarat

ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ઠેર-ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જૂનાગઢ શહેરમાં કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાઈ તે પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ​ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે સમગ્ર રાજ્યભરમાં ભારે આક્રોશ અને રોષની […]

Gujarat

લાલપુરમાં કાર-બસ અકસ્માતમાં એકનું મોત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી પાટીયા પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ક્રેટા કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારચાલક દેવાણંદભાઈ કાંબરીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, GJ-10-DA-5899 નંબરની ક્રેટા કાર સણોસરી પાટીયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતા કારચાલકે […]

Gujarat

ચેલા ગામ પાસે ₹10.11 લાખનો દારૂ ઝડપાયો

જામનગર-લાલપુર રોડ પર આવેલા ચેલા ગામ નજીક એલસીબી (LCB) પોલીસે પેસેન્જર વાહનની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેમ્પો ટ્રાવેલર્સમાંથી ₹10.11 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ડ્રાઇવરની ધરપકડ કરી છે. વાહનની સીટ નીચે ગુપ્ત ચોર ખાના બનાવી વિદેશી દારૂની તસ્કરી કરવામાં આવી રહી હતી. એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ડેરવાળીયા, અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને […]

Gujarat

સુરેન્દ્રનગર ખેડૂતોને જમીન વળતરમાં ચારગણાથી વધુ વધારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી અસરગ્રસ્ત ખેડૂતોને જમીન વળતરમાં નોંધપાત્ર વધારો મળશે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી માર્કેટ રેટ કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારના અદ્યતન ઠરાવ મુજબ ખેડૂતોને યોગ્ય અને વાજબી વળતર પૂરું પાડવાનો હતો. આ પ્રક્રિયામાં ખેડૂતોના પ્રતિનિધિઓ, સરકારી વેલ્યુઅર્સ અને કમિટીના સભ્યોની હાજરીમાં સંપૂર્ણ પારદર્શક […]

Gujarat

મનપાની મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવ સામે સવાલો

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં અખાદ્ય અને વાસી ખોરાક વેચતા એકમો સામે ‘મેગા ડ્રાઈવ’ હાથ ધરી હોવાના દાવા સાથે મોટા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મનપાના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં શહેરના તમામ ઝોનમાં ૨૦૯ હોટેલ-રેસ્ટોરન્ટ અને 71 ઢાબા મળીને કુલ 280 એકમોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 1413 […]

Gujarat

ભાવનગર લઠ્ઠાકાંડ વિરોધમાં સુરત કોંગ્રેસના ધરણાં

ભાવનગર જિલ્લાના ખરકડી ગામે કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ સુપડી બસ સ્ટેન્ડ સામે યોજાયો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ધરણાં દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતમાં દારૂબંધીનો કડક અને અસરકારક અમલ […]