Gujarat

100થી વધુ બાળકોએ સ્કેટ્સ પહેરી પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

વડોદરાના કારેલીબાગ સ્થિત ઉન્નતિ સ્કેટિંગ રિંક ખાતે પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો. ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 100થી વધુ સ્કેટર્સ અને તેમના વાલીઓએ ભાગ લીધો. નાના બાળકોએ હાથમાં મીણબત્તી લઈને સ્કેટિંગ કરીને એકતા, શાંતિ અને દેશભક્તિનો સંદેશ આપ્યો. બાળકોએ બેનર્સ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ […]

Gujarat

બુલેટ ટ્રેનની કામગીરીને પગલે વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

બુલેટ ટ્રેનની કામગીરીને પગલે આવતીકાલથી આગામી છ મહિના માટે વડોદરા શહેરનું પ્રિયલક્ષ્મી ગરનાળું બંધ રાખવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર જાહેરનામુ બહાર પાડ્યું છે અને વૈકલ્પિક અને પ્રતિબંધિત રસ્તાઓ પણ જાહેર કર્યા છે. L&T દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ C-5 પેકેજની સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ જતાં […]

Gujarat

પરેશાન નાગરિકોના મતે BRTS બસો બંધ થવા માટે કંપની જવાબદાર, એજન્સીને પેનલ્ટી ફટકારી બસસેવા પૂર્વવત કરવા કોંગ્રેસની માંગ

રાજકોટ શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા હાલ શહેરમાં ઇલેક્ટ્રીક BRTS બસો દોડી રહી છે. જોકે, તેમાં ટેકનિકલ ખામીને કારણે હવે સુવિધાને બદલે સમસ્યા ઉદભવી છે. જેમાં 60 જેટલી બસો હાલના 45 ડિગ્રી તાપમાનમાં ગરમ થઈ જતા બંધ કરવી પડી છે. જોકે, એસટી તંત્ર દ્વારા પણ આ પ્રકારની બસો દોડાવવામાં આવી રહી છે. જેમાં કોઈ ખામી આવી […]

Gujarat

કેશોદમાં સગા બાપે દીકરી પર દુષ્કર્મ આચર્યું,અંતે ફરિયાદ દાખલ

કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા બાપે સગીર વયની દીકરીની માસુમિયતનો લાભ ઉઠાવી તેના પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં દીકરીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં સગા બાપ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોકસો સહિતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદીના પિતાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. […]

Gujarat

ઉપરકોટ કિલ્લા પાસે આઠ અસામાજિક તત્ત્વો સહિત 60થી વધુ ગેરકાયદે મકાનો તોડી પડાયાં, 400થી વધુનો સ્ટાફ તહેનાત

અમદાવાદ બાદ આજે જૂનાગઢમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે. 50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા […]

Gujarat

પ્રેરણા ફાઉન્ડેશનના CEO પ્રેમ કંડોલિયાને પીએચડીની ડિગ્રી

સીવીએમ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી પ્રેમ કંડોલિયાએ ‘ભારતમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વચ્છ ભારત મિશન’ વિષય પર પીએચડીની ડિગ્રી મેળવી છે. પ્રો. ડો. અર્ણવ અંજારીયાના માર્ગદર્શન હેઠળ તેમણે આ સંશોધન પૂર્ણ કર્યું છે. પ્રેરણા ફાઉન્ડેશનના સીઈઓ તરીકે કાર્યરત પ્રેમ કંડોલિયાએ તેમના સંશોધનમાં સ્વચ્છ ભારત મિશનની અસરકારકતા અને નીતિ માળખાનું વિશ્લેષણ કર્યું છે. તેમના મતે આ સંશોધન સ્વચ્છતા […]

Gujarat

ભાવનગર પોલીસે બોગસ દસ્તાવેજ કૌભાંડના બે આરોપીઓને હલુરીયા ચોકથી દબોચ્યા

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે GST છેતરપિંડી કેસમાં નાસતા-ફરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હલુરીયા ચોક વિસ્તારમાંથી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નુસરતભાઇ સિકંદરભાઇ સૈયદ (ઉંમર 31) અને ઝુબેરભાઇ રસુલભાઇ સૈયદ (ઉંમર 36)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહે છે. નુસરતભાઇ લોટસ રેસીડેન્સીમાં અને ઝુબેરભાઇ […]

Gujarat

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા, SP પ્રેમસુખ ડેલૂએ અધિકારીઓને માર્ગદર્શન અને સૂચના આપી

જામનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કોન્ફરન્સમાં જિલ્લામાં શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. પોલીસ અધિક્ષકે તમામ અધિકારીઓને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી. બેઠકમાં એડિશનલ એસપી, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા […]

Gujarat

હવાઈ ચોકમાં પાકિસ્તાની ઝંડાની રંગોળી બનાવી મુર્દાબાદના નારા લગાવ્યા

જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં નાગરિકોએ પાકિસ્તાન વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે. સ્થાનિક લોકોએ રસ્તા પર પાકિસ્તાનના ઝંડાની રંગોળી બનાવી તેના પર મુર્દાબાદના સૂત્રો લખ્યા છે. પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરતા સિંધુ જળ સંધિ પર ભારત સરકારના કડક વલણને આવકાર્યું છે. જામનગરવાસીઓએ પાકિસ્તાન સામે આર્થિક પ્રતિબંધોની માગણી પણ કરી છે. આ વિરોધ પ્રદર્શન […]

Gujarat

એસપી પ્રેમસુખ ડેલુએ 95 પોલીસકર્મીઓની આંતરીક બદલીના આદેશ કર્યા

જામનગર શહેર અને જિલ્લા પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એસપી પ્રેમસુખ ડેલુએ 95 પોલીસકર્મીઓની આંતરીક બદલીના આદેશ જારી કર્યા છે. તાજેતરમાં એસપીએ કેટલાક પોલીસ કર્મીઓને બઢતી આપી હતી. આ દરમિયાન 7 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરીક બદલી કરવામાં આવી હતી. બે દિવસ પહેલા વધુ બદલીઓના આદેશ આપવામાં આવ્યા છે. આ બદલીઓમાં વિવિધ વિભાગોના કર્મચારીઓનો […]