મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, સોમવારે દક્ષિણ ચીનમાં વેનચાંગ સ્પેસ લોન્ચ સાઇટ પરથી ચાઇનાસેટ-૪મ્ ઉપગ્રહને લઈ જતું એક ચીની લોંગ માર્ચ ૭છ રોકેટ પ્રક્ષેપણ પછી તરત જ વિસ્ફોટ થયો. સોશિયલ મીડિયા પર ફરતા ફૂટેજમાં રોકેટ પ્રક્ષેપણના લગભગ ૮૫ સેકન્ડ પછી દરિયાકાંઠાના સ્પેસપોર્ટ નજીક વિસ્ફોટ થતો દેખાય છે. રોકેટ બેઇજિંગ સમય મુજબ રાત્રે ૮.૦૨ વાગ્યે ઉડાન ભરી […]
Author: JKJGS
માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને મૃત્યુદંડની સજા
સીરિયાની એક કોર્ટે મંગળવારે પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સીરિયાના ૧૪ વર્ષના સંઘર્ષ દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ ગુનાઓ માટે તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી, જેમાં અંદાજે અડધા મિલિયન લોકોનો ભોગ લેવાયો હોવાનો અંદાજ છે. અસદના નાના ભાઈ, માહેર અસદને પણ આ જ કેસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે દક્ષિણ પ્રાંત દારામાં હિંસક […]
પરિવાર સાથે સાયલા દર્શને ગયેલા વેપારીના ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના દાગીના સહિત 11.40 લાખની મત્તા ચોરી
ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 11.40 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. પરિવાર સાથે બહારગામ ગયેલા વેપારીને સોસાયટીના પ્રમુખ અને મિત્રએ ફોન કરી ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. આ મામલે છાણી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર બહારગામ ગયો ત્યારે તસ્કરોએ […]
વિકૃત આનંદ મેળવવા ગુદામાર્ગમાં કાચની બોટલ નાખનાર યુવકનું મોત
સુરતના ગોડાદરા વિસ્તારમાં વિકૃત આનંદ મેળવવાની ઘેલછામાં એક 26 વર્ષીય યુવકનું મોત થયું છે. ગુદામાર્ગમાં ફસાયેલી 5 થી 6 ઇંચની કાચની બોટલને નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન કરીને બહાર કાઢી હતી, પરંતુ સારવાર દરમિયાન શ્વાસની ગંભીર તકલીફ ઊભી થતાં યુવકે દમ તોડ્યો હતો. વિકૃત આનંદ મેળવવા જતાં બોટલ અંદર ઘૂસી ગઈ યુવક મૂળ બિહારનો વતની […]
માંડવીના તરસાડમાં વીજ કરંટથી યુવકનું મોત પરિવારને રૂ.10 લાખની સહાય
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડ ગામના રહેવાસી સુરેખાબેન રમેશભાઈ હળપતિના પુત્ર સ્વ. આશિષભાઈ હળપતિનું વીજ કરંટ લાગવાથી આકસ્મિક અને દુઃખદ અવસાન થયું હતું. ઘટનાને પગલે પરિવારજનો દ્વારા માંડવી ખાતે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સરકારી તંત્ર અને વીજ કંપનીના અધિકારીઓ સાથે ત્વરિત સંકલન પરિવારની રજૂઆતને પગલે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સંવેદના દાખવી […]
સુરતમાં 22 વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયરનો આપઘાત, ઇન્ટરવ્યૂ આપ્યા પણ નોકરી ન મળતા સુસાઇડ નોટ લખી જીવન ટૂંકાવ્યું
સુરતના અમરોલીમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ લાંબા સમય સુધી યોગ્ય નોકરી ન મળતાં 22 વર્ષીય યુવકે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એકના એક લાડકવાયા પુત્રના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આપઘાત કરતા પહેલાં યુવકે અંગ્રેજીમાં લખેલી એક પાનાની […]
ખૂન કેસમાં ફરાર પેરોલ જમ્પ કેદી ઝડપાયો
રખિયાલ પોલીસે ખૂન કેસમાં ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા એક કુખ્યાત કેદીને ઝડપી પાડ્યો છે. આરોપીને સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે, આ આરોપી રખિયાલ રેલવે સ્ટેશન નજીક ફેફરીયા ગામની સીમ પાસેથી મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો. પકડાયેલ […]
રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું ગાંધીનગરમાં CMના હસ્તે પ્રસ્થાન
ગાંધીનગરમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત આજે(10 ઓગસ્ટ) રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યે G-6 સર્કલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને તેઓ પોતે પણ યાત્રામાં જોડાયા હતા. G-6થી નમસ્તે સર્કલ સુધીનો રૂટ રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો રૂટ G-6 સર્કલથી શરૂ […]
CM, Dy.CM, પ્રદેશ પ્રમુખ સહિત તમામ મહામંત્રીઓ દિલ્હી પહોંચ્યા; સાંસદો સાથે મહત્વની બેઠક
ગુજરાત ભાજપના સંગઠન અને સરકાર માટે મહત્વપૂર્ણ ગણાતી બેઠકોનો દોર દિલ્હીમાં શરૂ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે ભાજપના તમામ મહામંત્રીઓ પણ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતના તમામ સાંસદો સાથે બેઠકનું આયોજન દિલ્હીમાં ગુજરાતના ભાજપના તમામ સાંસદો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું […]
વૃદ્ધને ઠગવાની સાયબર ઠગોની ચાલ ઊંધી પડી
ડિજિટલ એરેસ્ટ સામે સાઇબર ક્રાઇમ અંગેની જાગૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો સામે આવ્યો છે. નકલી પોલીસ અને ઇ.ડી.ના અધિકારી બનીને સાઇબર ઠગોએ એક વૃદ્ધને સતત છ દિવસ સુધી ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ રાખી રૂ.2.01 લાખ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઠગોની ચાલ સમજી ગયેલા ચતુર વૃદ્ધે સમયસૂચકતા વાપરીને માત્ર 201 રૂપિયા જ ટ્રાન્સફર કર્યા […]










