Gujarat

યુવતીના ડાબા હાથે ટેટૂ અને પ્રિયાંશી લખેલું છે, બેગ પણ મળી, પોલીસ દ્વારા વાલી-વારસની શોધખોળ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર તરફ આવેલા વોક વે પરથી યુવક-યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવતી પાસેથી એક બેગ પણ મળી આવી છે. જોકે આ બેગ તપાસતા કશું મળી આવ્યું નહોતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા બંનેને […]

Gujarat

સાંસદ અને ખેડૂત નેતા પુરુષોત્તમ રૂપાલાએ કોટડા સાંગાણીમાં શેરડી પીલી ગોળ બનાવ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન સહિતનાં હાજર

રાજકોટનાં સાંસદ અને ખેડૂત નેતાની ઓળખ ધરાવતા પુરુષોતમ રૂપાલા અગાઉ બાઈકની સવારી કરી ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે રૂપાલાએ કોટડા સાંગાણીમાં શેરડી પીલી ગોળ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય અને સાંગાણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વઘાસીયાની વાડીએ રૂપાલા શેરડી પીલીને ગોળ બનાવી રહ્યા હોવાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયા છે. આ વીડિયો […]

Gujarat

મનપામાં લગ્ન નોંધણી માટે કપલને આવવું ફરજિયાત

રાજકોટ મહાનગરપાલિકામાં પેધી ગયેલા અધિકારીઓ ઘરની ધોરાજી ચલાવતા હોવાની રાવ તાજેતરમાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપના નગરસેવકોએ જ ઉઠાવી હતી અને હવે તેને સમર્થન આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આ‌વ્યો છે. જેમાં મહાનગરપાલિકામાં લગ્ન નોંધણી માટે નવયુગલને આવવું ફરજિયાત ન હોવા છતાં આવવા માટે ફરજ પાડવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. લગ્ન નોંધણી શાખામાં આરોગ્ય […]

Gujarat

114 છાત્ર કારર્કિદી માટે મહત્વની ગુજકેટની પરીક્ષામાં ગેરહાજર રહ્યા

રાજયની સાથે જામનગરમાં રવિવારે કારર્કિદી માટે મહત્વની ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી. જેમાં 114 છાત્ર ગેરહારજ રહ્યા હતાં. પરીક્ષામાં એકપણ કોપી કેસ નોંધાયો ન હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ હતી. ગુજકેટની પરીક્ષામાં જામનગર જિલ્લામાં કુલ 2463 છાત્રો નોંધાયા હતાં. આ માટે રવિવારે કુલ 125 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં સવારે 10 થી 12 […]

Gujarat

મધ્યપ્રદેશના મજૂર પરિવારની દીકરીને પોલીસે શોધી આપી, માતા-પિતાએ આભાર માન્યો

કાલાવડ બસ સ્ટેન્ડ પરથી એક પરપ્રાંતિય પરિવારની પાંચ વર્ષની બાળકી લાપતા થઈ હતી. મધ્યપ્રદેશના વતનીની પત્ની અને દીકરી સાથે બસ સ્ટેન્ડ પર આવ્યા હતા. બસ સ્ટેન્ડ પર દીકરી એકાએક ગુમ થઈ ગઈ હતી. માતા-પિતાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી, પરંતુ બાળકી મળી ન હતી. ત્યારબાદ તેમણે કાલાવડ પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ કાર્યવાહી શરૂ […]

Gujarat

રાજકોટ ખાતેથી ગુજરાતના તમામ જિલ્લાધિકારીઓ સાથે ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગે વર્ચ્યુઅલ બેઠક યોજતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

કેન્દ્ર પર ખરીદી, ખેડૂતો માટે વ્યવસ્થાઓની તૈયારીઓ અંગે કરી સમીક્ષા ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ રાજકોટની કલેકટર કચેરી ખાતેથી ગુજરાતના તમામ જિલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ઘઉંની ટેકાના ભાવની ખરીદી અંગેની તૈયારીઓ વિશે સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર […]

Gujarat

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા પડધરીના ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાતે

કેન્દ્ર સરકાર બે લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે ગુજરાતમાંથી કરશે -મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા ઘઉંની સફાઈ માટે પડધરી ઘઉં ખરીદ કેન્દ્ર ખાતે બે મશીન મૂકવામાં આવશે ભારત સરકારના ગ્રાહક સુરક્ષા, ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ રાજકોટ જિલ્લાના પડધરી ગોડાઉન ખાતે આવેલા ઘઉં ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ […]

Gujarat

સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ ચોકમાં ગેસની અલ્ટો કારમાં આગ લાગી સદ્દનસીબે જાનહાની ટળી

તાત્કાલિક સ્થળ પરના હોમગાર્ડ જવાનો અને ફાયર ફાયટરે આગ પર કાબુ મેળવ્યો. સાવરકુંડલા તાલુકાના મોટાભમોદ્રા ગામના વતની રઘુવીરભાઈ અશ્વિનભાઈ ખુમાણ અને તેમના મીત્ર શક્તિરાજભાઈ બંને પોતાની ગેસ વાળી અલ્ટો કાર નંબર GJ 23 M 1030 લઈને પોતાના ગામ મોટાભમોદ્રા થી સાવરકુંડલા ખાતે ખરીદી કરવા આવ્યા હતા ત્યારે બપોર ના એક કલાકે ધોમધકતા તાપ માં અચાનક […]

Gujarat

વેરાવળ થી ડોળાસા વચ્ચે ટૂંકા અંતરમાં બે ટોલ ટેક્સ ગેરકાયદેસર દર્શાવતી હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ 

સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણ દ્વારા પી.આઈ.એલ દાખલ કરવામાં આવી. અગામી ૨૮ માર્ચે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરાશે ગીર સોમનાથ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે એન એચ ૫૧ માં ૪૦ કિલોમીટરના અંતરમાં બે ટોલટેક્સ શરૂ કરતાં  આ બંને ટોલટેક્સ વચ્ચે નું અંતર ઓછું હોય ગેરકાયદેસર ગણાવતી જાહેર હીતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે દ્વારકા […]

Gujarat

આજનું રાશિફળ (24/03/2025)

મેષ આજે તમને ખુબજ આનંદ તથા મોજમજા મળશે.કારણ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. આજે તમારા ભાઈ બહેનો તમારા થી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણ માં આવી શકો છો. જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ […]