Gujarat

માંડવી તાલુકા પંચાયતનું 25-26નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર

માંડવી તાલુકા પંચાયતના સભાગૃહમાં તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તથા સભ્ય સચિવ ટીડીઓ આર એલ સોલંકીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી જેમાં સર્વાનુમતે અંદાજપત્રને બહાલી આપવામાં આવી હતી. માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા પંચાયત કચેરી માંડવીનું 2024-25નું સુધારેલ અને 2025-26નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્વભંડોળ અને સરકારી યોજનાઓની કુલ આવક રૂપિયા […]

Gujarat

વીર શહીદોના પરિવારો માટે જહાંગીરપુરાના નિવૃત બેંક કર્મચારીએ 11,11,111નું દાન આપી કહ્યું ‘માતા-પિતાના સંસ્કારોથી પ્રેરણા મળી’

સુરતના એક નિવૃત બેંક કર્મચારીના પરિવાર તરફથી ભારતના વીર શહીદ જવાનોના પરિવારોને સહાયરૂપ થવા રૂ. 11,11,111નું દાન જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કર્યું હતું. મૂળ ભરૂચના વતની અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં લાંબી નોકરી કર્યા બાદ હાલ નિવૃત એવા સોમાભાઈ ચુનીલાલ ચૌહાણ તથા તેમના ધર્મપત્ની ઈન્દિરાબેને રાષ્ટ્ર ભાવના સાથે જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્ટીઓને […]

Gujarat

રિંગ રોડ પર માર્જિન બહાર પાર્ક કરાવાયેલાં 126 વાહન ટો કર્યા પણ નિયમો તોડતા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કાર્યવાહી નહીં

ટ્રાફિક સમસ્યાથી ગ્રસ્ત એવા રિંગ રોડ પર પીળા પટ્ટાની બહાર વાહનો પાર્ક કરાવીને ઉઘરાણી કરી રહેલા કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે. જો કે, છેલ્લા બે દિવસથી આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાને બદલે 126 વાહનો ટો કરી લેવાયાં હતાં. પાલિકાના અધિકારીઓ સાથેની મિલિભગતમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે છતાં પાલિકા કે પોલીસ કોઈ જ પગલાં ભરતા નથી. કાપડ […]

Gujarat

દેત્રોજના રામપુરામાં SOG એ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા દિનેશ ઠાકોરની ધરપકડ કરી

અમદાવાદ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે દેત્રોજના રામપુરા ગામેથી એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી દિનેશ ઠાકોર કોઈપણ મેડિકલ ડિગ્રી ધરાવ્યા વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે આરોપીની પાસેથી ૭૯,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતની એલોપેથિક દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી જપ્ત કરી છે. આરોપી લાંબા […]

Gujarat

IPOમાં રોકાણની સામે ઉંચા વળતરની ખાતરી આપીને 3.36 કરોડની છેતરપિંડી, 20 ટકા ટેક્સની માંગણી કરતા ફરિયાદીને ખ્યાલ આવ્યો

અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વ્યકિતને વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને IPOમાં રોકાણની સામે ઉંચા વળતરની ખાતરી આપીને વિશ્વાસમાં લઇને ઓનલાઇન છેતરપિંડી કરતા ગઠિયાઓએ એક મહિનામાં 3.36 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કરાવીને મોબાઇલ એપ્લિકેશનમાં અનેક ગણો નફો દર્શાવ્યો હતો. જે નફો અને રોકાણ વિડ્રો કરવાની પ્રોસેસના ભાગરૃપે 20 ટકા ટેક્ષની માંગણી કરતા સિનિયર સિટીઝનને […]

Gujarat

સાણંદના મુખ્ય માર્ગે 400 જેટલા કાચા દબાણ આખરે દૂર

શહેરમાં વિકાસની સાથે હાઇવે પર દબાણકારોએ ભરડો લીધો છે. શહેરના હાઇવેને અડીને આવેલા ફૂટપાથ અને રોડ પર આડેધડ લારીઓ, પાથરણાં, ગલ્લા ધારકોએ સાથે સાથે કેટલાક દુકાનદારોએ આડેધડ શેડ સહિત અલગ અલગ પ્રકારના દબાણ કરતાં દરરોજ ટ્રાફિક સમસ્યા થતાં રાહદારીઓને પરિવહન કરવામાં હાલાકી પડતાં છેવટે તંત્રએ શુક્રવારે શહેરના હાઇવેના ફૂટપાથ પરના 400 દબાણો દૂર કર્યા હતા […]

Gujarat

નદી કાંઠેથી જીવાપરના આધેડનું સ્કૂટર, જાળી, મોબાઇલ ફોન મળ્યા

આટકોટ અંબાજી મંદિર પાછળથી વહેતી નદીમાં માછલી પકડવા ગયેલા આધેડ કોઇ કારણોસર પાણીમાં ગરક થઇ ગયા હતા. આસપાસના લોકોને જાણ થતાં જસદણ ફાયરની ટીમને જાણ કરાઇ હતી અને તરવૈયાઓએ વ્યાપક શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ અંધારું થઇ જતાં રેસક્યુ ઓપરેશન થંભાવી દેવાયું હતું અને આજે શનિવારે ગોંડલથી ફાયરની ટીમ આવી આધેડની શોધ ચલાવશે. […]

Gujarat

રાત્રે ત્રણ વાગ્યે સ્કૂલમાં પ્રવેશી 4 વાગ્યે બહાર નીકળતો જોવા મળ્યો, રૂ. 39 હજાર રોકડની ચોરી

રાજકોટ શહેરના બાલાજી હોલ નજીક આવેલી ક્રિષ્ના સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રીના સ્કૂલમાં ઘૂસેલા એક શખસે પ્રિન્સિપાલ ઓફિસમાં રહેલી રોકડ 39 હજાર ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. બનાવ અંગે ગુનો નોંધી તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટના […]

Gujarat

ઢોરને રસ્તે રઝળતા નહીં મૂકતા,નોંધણી કરાવજો નહીં તો પકડી લેવાશે, પશુમાલિકોને ચેતવણી આપી

જામનગરમાં રખડતા ઢોરના નિયંત્રણ માટે પોલીસીના અમલીકરણ હેતુથી મનપાએ કમર કસી છે. જે અંતર્ગત પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભરવાડપામાં મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી ઢોરને રસ્તે રઝળતા નહીં મૂકવા અને નોંધણી કરાવવા પશુમાલિકોને ચેતવણી આપી હતી. શહેરના પંચેશ્વર ટાવર રોડ પર ભરવાડપા વિસ્તારમાં મહાપાલિકાની ટીમે જઇ પશુમાલિકોને ઢોરને રસ્તે રઝળતા નહીં છોડવા અને નોંધણી કરાવી લેવા […]

Gujarat

મેયર સહિત પદાધિકારીઓએ મુખ્યમંત્રી સાથે કરી ચર્ચા, રિંગ રોડ સહિત અનેક પ્રોજેક્ટ્સને મંજૂરી મળશે

જામનગર મહાનગરના વિકાસ કાર્યો માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી અને દંડક કેતનભાઈ નાખવા હાજર રહ્યા હતા. શહેરના મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સમાં રિંગ રોડનું નિર્માણ મહત્વપૂર્ણ છે. રાવલસરથી દરેડ સુધીના 14 કિલોમીટર લાંબા અને […]