મેયર શ્રી હિતેશભાઈ બારોટના હસ્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે પ્રદર્શન ખુલ્લું મુકાયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા અને ગુજરાતની વિકાસયાત્રાની મલ્ટિમીડિયા ઝાંખી તા. ૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન સવારે ૮થી રાત્રે ૧૦ વાગ્યા સુધી નાગરિકો આ પ્રદર્શનની મુલાકાત લઈ શકશે રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે […]
Author: JKJGS
અમદાવાદ સિવિલ હોસ્પિટલની રોટરી સ્કીન બેંકને પ્રાપ્ત થયું ૫૧મું ત્વચાદાન
શાહીબાગના સ્વ. પંકજભાઈ પરમારના ત્વચા અને નેત્રદાનથી જરૂરિયાતમંદોને મળશે નવી આશા રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલના અવિરત પ્રયાસોથી અંગદાનમાં નવો માઇલસ્ટોન : ૮૪૯ અંગો અને ૨૫૭ પેશીઓ સાથે કુલ ૧૧૦૬ દાન પ્રાપ્ત દુ:ખની કપરી ઘડીમાં પણ માનવતાની જ્યોત પ્રજ્વલિત રાખીને અમદાવાદના શાહીબાગના રહેવાસી સ્વ. પંકજભાઈ પરમારના પરિવારજનોએ તેમની બે આંખો અને ચામડી(સ્કીન)નું દાન કરીને સંવેદનશીલતા […]
મુખ્યમંત્રીશ્રીનો ‘સ્વાગત’ ઓનલાઇન બન્યો સામાન્ય ગ્રામીણ નાગરિકની રજૂઆતના ત્વરિત નિવારણનો સકારાત્મક ઉપક્રમ
આદિજાતિ ગામના કાચા રસ્તાને ડામર સપાટીનો પાકો રોડ બનાવવા ૯૯.૫૦ લાખ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રીશ્રી ઓગસ્ટ-૨૬ના રાજ્ય સ્વાગતમાં સાબરકાંઠાના આદિજાતિ તાલુકાના ગ્રામ્ય નાગરિકે ગામનો પાકો રસ્તો બનાવવા કરેલી રજૂઆતનું ત્રણ જ મહિનામાં નિવારણ સામાન્ય નાગરિકોની રજૂઆતો-સમસ્યાઓના અસરકારક નિવારણ તરીકે ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સચોટ અને અસરકારક માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર […]
અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીપર ઇસનપુરમાં ગંભીર હુમલા બાદ સારવાર દરમિયાન મોત
શહેરના ઈસનપુર વિસ્તારમાંથી એક ખુબજ ચોંકાવનારી અને આઘાતજનક ઘટના બનવા પામી હતી જેમાં, વિસ્તારની સરદાર પટેલ સ્કૂલની પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ૨૧ વર્ષીય જીગર શૈલેષભાઈ સોલંકી નામના યુવક પર અજાણ્યા ઈસમે ર્નિદયતાપૂર્વક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. મૂળ પોતાના મામા સાથે રહીને સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બી.વોક ફાઈનાન્સનો અભ્યાસ કરતો જીગર ઘટનાની […]
સુરતમાં કોમ્પ્યુટર વેપારીનું પિસ્તોલ અને ચપ્પુની અણીએ અપહરણ કેસમાં પોલીસે ૩ લોકોની કરી ધરપકડ
શહેરના ભીમરાડ-કેનાલ રોડ પર અપહરણની એક ઘટનામાં શહેરના જાણીતા બિલ્ડર મુકેશ નાહટાના પુત્ર રીષભ નાહટાએ તેના બે સાગરીતો સાથે મળી એક કોમ્પ્યુટર વેપારીનું પિસ્તોલ અને ચપ્પુની અણીએ અપહરણ કર્યું હોવાની વાત સામે આવી છે. પોલીસ તપાસ મુજબ આ ઘટનામાં ખંડણી નહીં પરંતુ વેપારીની દીકરી સાથેની મિત્રતા અને ત્યારબાદ યુવતીએ વાતચીત બંધ કરી દેવાના વિવાદે ઉગ્ર […]
પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ સહભાગી બનવું જરૂરી: આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનસુરીયા
ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારતજ્ર૨૦૪૭’ મલ્ટીમીડિયા પ્રદર્શન અંતર્ગત ‘સ્વચ્છતા એ જ સેવા’ તથા ‘નશા મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસુરીયા તેમજ ભરૂચના કલેક્ટર શ્રી યોગેશ કાપશેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બંને મહાનુભાવોએ […]
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ સ્વચ્છ ભારત દિવસ ૨૦૨૬ પર ખાસ ગ્રામ સભા નિરીક્ષણનું નેતૃત્વ કર્યું
કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલે ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે ગુજરાતના નવસારી જિલ્લાના ચિખલી બ્લોકના માજીગામ ગામ ખાતે ખાસ ગ્રામ સભામાં ભાગ લીધો હતો. આ ખાસ ગ્રામ સભામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશ પટેલ, સંયુક્ત સચિવ અને મિશન ડિરેક્ટર, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), સુશ્રી ઐશ્વર્યા સિંહ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા […]
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર પુલનું બાંધકામ પૂર્ણ
અમદાવાદમાં સાબરમતી નદી પર ૪૮૦ મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આશરે ૩૬ મીટર ઊંચો આ પુલ ૧૨ માળની ઇમારત જેટલો ઊંચો છે (આશરે ૧૧૮ ફૂટ) અને અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરના મુખ્ય માળખાકીય કાર્યોમાંનો એક છે. આ પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇનની નજીક આવેલો છે, જે જમીન સ્તરથી આશરે ૧૪.૮ મીટરની […]
એશિયન ગેમ્સ ૨૦૨૬: પુરુષોની હોકી ફાઇનલમાં મલેશિયાને ૫-૧થી હરાવી ભારતે ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યો
શનિવારે જાપાનમાં આઈચી-નાગોયા ખાતે યોજાયેલી ૨૦૨૬ એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતીય પુરુષ હોકી ટીમે મલેશિયાને ૫-૧થી કારમી હાર આપીને સુવર્ણ ચંદ્રક જીત્યો અને ઇતિહાસમાં પ્રથમ વખત પોતાનો એશિયન ખિતાબ સફળતાપૂર્વક જાળવી રાખ્યો. આ જીત સાથે ભારતે લોસ એન્જલસ ઓલિમ્પિક્સ ૨૦૨૮ માટે પણ ક્વોલિફિકેશન નિશ્ચિત કરી લીધું. ભારતે એશિયન ગેમ્સમાં હોકીમાં પોતાનો પાંચમો સુવર્ણ ચંદ્રક જીત્યો, અને […]
એશિયન ગેમ્સ ૨૦૨૬: ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ જીતીને સ્વદેશ પરત ફરશે; પુરુષોની ક્રિકેટ ફાઇનલમાં પાકિસ્તાન સામે ૧૯ રનથી શાનદાર વિજય
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતની સુવર્ણ ચંદ્રકોની સંખ્યામાં ફરી એકવાર વધારો થયો, કારણ કે પુરુષ ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી. બંને ટીમો ૩ ઓક્ટોબરે નિશિનના કોરોગી પાર્કમાં સામસામે આવી હતી અને ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ બેટિંગની શરૂઆત કરી હતી. બે સિક્સર ફટકાર્યા બાદ […]










