પાકિસ્તાનમાં વધુ એક હાઈપ્રોફાઈલ હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં અજાણ્યા હુમલાખોરોએ જમીયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI) ના એક વરિષ્ઠ લીડર પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. આ ઘટનામાં વરિષ્ઠ લીડર મુફ્તી અબ્દુલ બાકી મૃત્યુ પામી ગયા. પોલીસે આ મામલે કહ્યું કે આ હુમલામાં મુફ્તી અબ્દુલ બાકી નુરઝઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને અનેક ગોળીઓ વાગી […]
Author: JKJGS
યુરોપિયન દેશ ઉત્તર મેસેડોનિયા માં નાઈટ ક્લબમાં આગ લાગતાં ૫૧ લોકો જીવતા ભૂંજાયા
ગ્રીસ નજીકના દેશ મેસેડોનિયાના કોકેની શહેરની એક નાઈટ ક્લબમાં અચાનક ભયાનક આગ લાગતાં ૫૧થી વધુ લોકો જીવતાં સળગી ગયાં હતા અને મોટી સંખ્યામાં લોકો દાઝ્યાં હતા. ભયાનક આગ લાગી ત્યારે નાઈટ ક્લબમાં ૧૫૦૦થી વધુ લોકો હાજર હતા. આ ઘટના ના સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં નાઈટ ક્લબને આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જાેઈ શકાય છે. જાેકે રાતના […]
અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં ત્રાટકેલા ચક્રવાત અને વાવાઝોડાને કારણે અનેક મકાનો અને શાળાઓમાં નુકસાન
અમેરિકાના મધ્ય અને દક્ષિણ ભાગમાં વાવાઝોડાએ ભારે નુકસાન વેર્યુ છે. જેના કારણે મૃતકોનો આંકળો ૩૬ ને પાર થઈ ગયો છે સાથેજ શાળા તથા કોલેજાેને પણ નુકસાન થયુ છે. આ નુકસાનના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. માર્ગો પર વૃક્ષો અને મકાન ધરાશાયી થતાં વાહન ચાલકો અટવાયા છે. વાહનો ખોરવાતા સ્થાનિકો વિવિધ સ્થળોએ ફસાયા છે. આ વાવાઝોડાના […]
૧૯ માર્ચ સવારે ૩:૩૦ વાગ્યે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફરશે: નાસા
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે બહુ જલ્દી જ પૃથ્વી પર પરત ફરશે. નાસાએ અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે આ બંને અંતરિક્ષ યાત્રી મંગળવારે પૃથ્વી પર પરત ફરશે.સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર […]
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ કોર્ટનો ર્નિણય ને અવગણી; હજારો ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર હજારો ઇમિગ્રન્ટ્સ ને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કર્યા છે. ખૂબ મહત્વનું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો આ ર્નિણય યુએસ ફેડરલ કોર્ટના ન્યાયાધીશે વિદેશી દુશ્મન કાયદા હેઠળ દેશનિકાલ પર અસ્થાયી રૂપે રોક લગાવવાનો આદેશ જારી કર્યા બાદ આવ્યો છે. ફેડરલ કોર્ટના ર્નિણય ને અવગણી લેવામાં આવેલા પગલાંનો બચાવ કરતા, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ […]
20 માર્ચે ગાંધીનગરમાં 5 દેશના નિષ્ણાતો કરશે બાળસાહિત્ય વિષે ચર્ચા
ગાંધીનગરમાં આગામી 20 માર્ચ 2025ના રોજ બાળસાહિત્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થશે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ICSSR અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પરિસંવાદ સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા કોન્ફરન્સ હોલમાં સવારે 10 વાગ્યે શરૂ થશે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ.જોશીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. IITE […]
કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહિ
વડોદરા શહેર બહારથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે (18 માર્ચ) વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાસ્કરો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ચારે બાજુથી પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં […]
સિહોરની પ્રદુષિત ગૌતમી નદી બની રોગચાળાનું ઘર
સિહોરની મધ્યમાંથી સિહોરના ગૌરવ સમાન ગૌતમી નદી પસાર થઇ રહી છે. પરંતુ હાલ આ નદીનું અસ્તિત્વ જ જોખમમાં આવી ગયું છે. કોઇપણ શહેરમાંથી નદી પસાર થવી એ કુદરતની અપાર કૃપા ગણાય. સિહોરમાંથી ગૌતમી નદી પસાર થાય છે. આ નદી આજે નદી મટીને માત્ર વોકળું બની ગઇ છે. નદીમાં એટલી ગંદકી છવાઇ ગઇ છે કે ન […]
હેમંત ખવા જમીન માપણી વિરોધમાં સૂત્રો લખેલું ટી-શર્ટ પહેરી આવતા ગૃહમાંથી બહાર કઢાયા
ગુજરાત વિધાનસભાના છઠા સત્રમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહેસૂલ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા “ખોટી જમીન માપણી રદ કરો” સૂત્ર લખેલું ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા. જેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ટી-શર્ટ બદલવાની સૂચના આપી. પરંતુ ધારાસભ્યે વિરોધ ચાલુ રાખતા તેમને સાર્જન્ટ મારફતે ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા. પત્રકારો […]
વનતારા જોવા આવેલા બાબાનું એરપોર્ટ પર સ્વાગત, આજે દિવસભર મુલાકાત લેશે
જામનગરમાં રિલાયન્સના અનંત અંબાણી દ્વારા સ્થાપિત વિશ્વના સૌથી મોટા વન્યજીવ રેસ્ક્યુ સેન્ટર ‘વનતારા’ની મુલાકાતે મહાનુભાવોનો પ્રવાહ ચાલુ છે. ગઈકાલે શ્રી શ્રી રવિશંકરની મુલાકાત બાદ, મોડી રાત્રે બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પર તેમના આગમન સમયે તેમના અનુયાયીઓ અને સનાતન ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિલાયન્સ તરફથી તેમનું ભવ્ય સ્વાગત […]










